ગુજરાત રાજયમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે રજિસ્ટ્રેશન ચાલુ થઇ ચુક્યું છે. આજથી લઈ તારીખ 31 ઓક્ટોબર સુધી રજિસ્ટ્રેશન કરી શકાશે. હાલ રાજકોટ જિલ્લાના 11 યાર્ડમાં રજિસ્ટ્રેશન થઇ રહ્યુ છે. રજિસ્ટ્રેશન બાદ તારીખ 1 લી નવેમ્બરથી મગફળીની ખરીદી શરૂ થશે. ખરીદ પ્રક્રિયા સતત 90 દિવસ સુધી ચાલશે. ગુજરાત રાજય સરકાર દ્વારા 1.20 લાખ મેટ્રીક ટન મગફળી ખરીદવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. ગુજરાતના ટોટલ 582 ગામમાં વિલેજ સેન્ટર કોમ્પ્યુટર મારફત પણ રજિસ્ટ્રેશન કરવામા આવશે. આ વર્ષે 1018 રૂપિયે મણનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે. અને ગયા વર્ષે 1000 રૂપિયા ટેકાનો ભાવ રાખવામાં આવ્યો હતો.ચાલુ વર્ષે પણ રાજ્ય સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદવા જઈ રહી છે.જોકે આજથી શરૂ થયેલી મગફળી ખરીદીના રજીસ્ટ્રેશનની કામગીરી મંથર ગતિએ થતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો છે.એક તરફ લીલા દુષ્કાળથી ખેડૂત ચિંતિત છે. આકાશમાં હજુ પણ વાદળોના ગડગડાટ અને કાળા ડિબાંગં વાદળો જોવા મળી રહ્યા છે. ત્યારે ખેડૂતો વહેલી તકે પોતાની મગફળી ટેકાન ભાવે વેચીને મુક્ત થવા માંગે છે.અને આજથી મગફળી ખરીદી માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ છે. જોકે જામનગર, કેશોદ અને કોડિનાર સહિતના સ્થળો પર ખેડૂતોએ પ્રથમ દિવસે જ હાલાકી વેઠવી પડી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -