સલાયામાં મહોરમ પર્વે પોલીસ પર હુમલાનો ફરાર આરોપી ઝબ્બે

Subham Bhatt
1 Min Read

ખંભાળિયા નજીક સલાયા ગામે ગત મહોરમ દરમિયાન બંદોબસ્તમાં રોકાયેલા પોલીસ સ્ટાફ પર જીવલેણ હુમલાના પ્રકરણમાં જે તે સમયે પોલીસે હત્યા પ્રયાસ,પ્રોપર્ટી એકટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો જેમાં નાસતા ફરતા આરોપીને સલાયા પોલીસે બંદર પર બોટમાંથી દબોચી લીઘો હતો.જેની પોલીસે સધન પુછપરછ સાથે વધુ તપાસ હાથ ધરાઇ છે.

Fugitive accused of attacking police on the eve of Mahoram in Salaya

સલાયામાં જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે તથા ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરીની સૂચના તથા માર્ગદર્શન હેઠળ પી.આઈ અક્ષય પટેલ પોતાના સ્ટાફ સાથે પેટ્રોલીંગ કરી રહયા હતા જે વેળાએ પીઆઇ અક્ષય પટેલ તથા હેડ.કોન્સ. વેજાણંદભાઈ માયાણી સહીતની ટીમને છેલ્લા દશ મહિનાથી પોલીસથી નાસતો ફરતો આરોપી ઇમરાન રજાક સંઘાર હાલ સલાયા બંદર પર ફિશિંગ બોટમાં હાજર છે તેવી બાતમી મળી હતી જેના આધારે પોલીસે તુરંત બાતમી વાળા સ્થળે દરોડો પાડી ઉપરોક્ત આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા દશેક માસથી ફરાર આરોપીને હસ્તગત કરી તપાસ હાથ ધરી છે.

​​​​​​​

Share This Article