ઈડરિયા ગઢ ઉપરથી થોડા સમય અગાઉ મૃત હાલતમાં માદા દીપડો મળી આવ્યો હતો. ત્યારે બીજી બાજુ ઇડર કુંજ કસ્બા વિસ્તારમાં દીપડો દેખાવાની વાતની જાણ ઇડર તળેટીમાં રહેતા સ્થાનિકોએ ઇડર ફોરેસ્ટ વિભાગને કરતાં ફોરેસ્ટ વિભાગના એચકે પંડ્યા તેમજ તેમની ટીમે કુંજ વિસ્તાર કુંજ કસ્બા વિસ્તારમાં પાંજરામાં મારણ બકરુ મૂકી અને પાંજરા મૂકતાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ફોરેસ્ટ વિભાગે ભારે જહેમત ઉઠાવીને રવિવાર વહેલી સવારે પાંચ વાગે દીપડી બકરુ મારણ કરવા આવતાં પાંજરે પૂરાઇ હતી.આ અંગેની જાણ ફોરેસ્ટ ખાતાના એચ.કે.પંડ્યા, હિંમતનગર ડી.એફ.ઓ ગઢવી ને જાણ કરતાં રવિવાર બપોરે બીએફ ગઢવી ઈડર ફોરેસ્ટ ઓફિસે દીપડીનું નિરીક્ષણ કર્યું હતું. આ અંગેના ઈડર પર્યાવરણ પ્રેમી હિરેન પંચાલે જણાવ્યું કે થોડાક સમય પહેલા ઇડર ગઢ ઉપરથી માદા દીપડો મૃત હાલતમાં મળી આવ્યો હતો. ફરીથી રવિવારે સવારે ફોરેસ્ટ ટીમ દ્વારા દીપડીને પાંજરે પૂરવામાં આવી છે. ત્યારે આ દીપડીને પ્રાકૃતિક રેન્જ વિસ્તારમાંથી જો ખસેડાશે તો તેમની સંખ્યા ઘટશે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -