મોડાસા ખાતે યોજાયો વેશભૂષા મહોત્સવ

admin
1 Min Read

સમગ્ર ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. ત્યારે છેલ્લા નોરતે ગરબાની સાથે સાથે ભવાઈ તેમજ વેશભૂષા કાર્યક્રમ પણ યોજાયા હતા. જે અંતર્ગત અરવલ્લીના મોડાસા ખાતે પણ વેશભૂષા કાર્યક્રમ યોજાયો હતો.

મોડાસાના આનંદપુરા કમ્પામાં આ વેશભૂષા મહોત્સવ યોજાયો હતો. જેમાં નાના ભૂલકાઓ પણ જોડાયા હતા. અલગ અલગ વેશ ધારણ કરીને વિવિધ કાર્ડ સાથે ખુબ જ સુંદર રીતે વેશભૂષા યોજાઈ હતી. જેમાં હાલમાં સરકારનો હેલ્મેટ, પ્લાસ્ટિક મુક્ત ભારત સહિતના વિવિદ્ય મુદ્દાઓને ઉજાગર કરવાનો ભરપૂર પ્રયાસ કરાયો હતો.  આ વેશભૂષા કાર્યક્રમમાં ભાગ લઈ સૌ કોઈએ સમગ્ર વિસ્તારમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. આનંદપુરા યુવક મંડળ દ્વારા વર્ષોથી નવરાત્રીમાં વેશભૂષાનો કાર્યક્રમ કરવામાં આવે છે. ત્યારે ચાલુ વર્ષે પણ વિવિધ વેશમાં બાળકોએ વેશભૂષા કાર્યક્રમ યોજીને સૌ કોઈનું ધ્યાન ખેંચવાની સાથે સાથે સમાજને ઉપયોગી સંદેશ પણ આપ્યો હતો.

Share This Article