ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી દ્વારા 20 ઓકટોબરના રોજ બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની ભરતી પરીક્ષા લેવામાં આવનાર હતી પરંતુ ગૌણ સેવા પસંદગી દ્વારા તેને રદ કરવામાં આવી છે. સાથે જે રીતે પરીક્ષાર્થીની લાયકાતમાં પણ વધારો કરવામાં આવ્યો છે.જેને લઈને સમગ્ર ગુજરાતમાં સરકારના આ નિર્ણયની આલોચના થઈ રહી છે. અને ઉમેદવારોમાં સરકાર પ્રત્યે રોષ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે બાયડમાં રહેતો દિગ્વિજય નામનો ઉમેદવાર આઘાતમાં સર્કી(સરકી) ગયો હતો.
ત્યાર બાદ દિગ્વિજયે એનસીપીના નેતા રેશ્મા પટેલને ફોન કરીને પોતાની વ્યથા જણાવી હતી અને ફોનમાં દિગ્વિજય નામના ઉમેદવારે જણાવ્યું હતું કે, બિનસચિવાલયની પરીક્ષા માટે છેલ્લા ઘણા સમયથી તૈયારીઓ કરી રહ્યો હતો. અને છેલ્લા સમયે સરકારે આ પ્રકારનો નિર્ણય લીધો છે. જેને લઈને હતાશામાં આવીને આપઘાત કરવાનું મન પણ બનાલી લીધું હતું. જોકે રેશ્મા પટેલે યુવકને સાનત્વના આપી ને તેને કોઈ પણ પ્રકારનું ખોટું પગલું ન ભરવા જણાવ્યું હતું. સાથે જ રેશ્મા પટેલે તેના હકમાં અવાજ ઉઠાવવાની પણ વાત કરી હતી. આ વાતચીતનો ઓડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વહેતો થયો છે.
