સાબરકાંઠા જીલ્લામાં મગફળીના ઊંચા બોલાયેલા ભાવે હવે અરવલ્લી જીલ્લાના ખેડૂતોને પણ હિમતનગર તરફ વળતા કરી દીધા છે.. તો સામે ખેડૂતોનો એટલો બધો ધસારો છે કે ખેડૂતો લાઈનોમાં ભૂખ્યા તરસ્યા બેસી રહ્યા છે,તો હજુ પણ વધુ ભાવ મળી રહે તે માટેની રજુઆતો પણ ખેડુતો કરી રહ્યા છે.દીવાળી સુધરે તે માટે બે દિવસથી ખેડુતો ઉભા છે.સાબરકાંઠા જીલ્લામાં મગફળીનું ચાલુ સાલે માતબર કહી શકાય તેટલુ ઉત્પાદન થયું છે.તો સામે આ વખતે મગફળીના ભાવ પણ ઊંચા બોલાયા છે.જેને લઈને દિવાળી સુધારી લેવા માટે ખેડૂતો હાલમાં માર્કેટ યાર્ડમાં મગફળીનો પાક લઈને ઉમટી રહ્યા છે.છેલ્લા એક અઠવાડિયામાં મોટી સંખ્યામાં ખેડૂતો માર્કેટમાં ઉમટી પડતા હોવાને લીધે છેક સમીસાંજ સુધી નંબર લાગતોનાં હોવાને કારણે રવિવારના રોજ ૧૨ વાગ્યાથી ખેડૂતોએ માર્કેટ યાર્ડ આગળ લાઈનો લગાવી દીધી છે.હાલમાં ખેડૂતોને મગફળીના ભાવ તો મળી રહ્યા છે.., સામે હેરાનગતિ પણ વધી છે.વળી, માર્કેટયાર્ડના સત્તાવાળાઓ ખેડૂતોને કોઈ વ્યવસ્થા પણ પૂરી પાડી શકતા નથી તેવા આક્ષેપ પણ ખેડુતો કરી રહ્યા છે અને ભુખ્ખા અને તરસ્યા માર્કેટમાં જાગરણ કરીને મગફળી વેચી રહ્યા છે.આમ તો ખેડૂતો છેલ્લા એક અઠવાડિયાથી પરેશાન થઇ ગયા છે હવે સરકાર આ અંગે યોગ્ય પગલા લે અથવા તો સારો ભાવ આપે કે વહેલા ખરીદી શરૂ કરે તો ખેડુતોની દિવાળી સુધરે તેમાં નવાઈ નહિ.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
