મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખતાં ભારતીય રેલવે દ્વારા આજથી 10 નવી ટ્રેન શરૂ કરી રહી છે. જે અંતર્ગત હિંમતનગરથી અમદાવાદ વચ્ચે પણ ટ્રેનની શરુઆત કરવામાં આવી છે. ટ્રેન દોડાવવામાં આવતાં હજારો મુસાફરોને સુલભતા રહેશે. અમદાવાદથી હિંમતનગર આવતી રેલવેનું તલોદમાં લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતું, તેમજ મોટી સંખ્યામાં લોકો ટ્રેનને જોવા માટે ઉમટી પડ્યા હતા. રેલવે દ્વારા શરુ કરવામાં આવેલ નવી ટ્રેનોને ‘સેવા સર્વિસ’ નામ આપવામાં આવ્યું છે. સેવા સર્વિસ ટ્રેન અઠવાડિયામાં છ દિવસ દોડશે. તેમાં વડનગર અને મહેસાણા, અસારવા અને હિંમતનગર, કરૂર અને સલેમ, યશવંતપુર અને તુમુકુર અને કોયંબતૂર અને પોલ્લાચી વચ્ચે ચાલનાર ટ્રેનો છે. હિમતનગરમાં સવારે અને સાંજે બે વખત ટ્રેન આવશે. હિમતનગરથી અસારવા જવા માટે સવારે ૬ કલાકે અને સાંજે ૪.૩૦ કલાકે ટ્રેન દોડાવવામાં આવશે. અસારવાથી હિમતનગર આવવા માટે સવારે ૮.૩૫ કલાકે અને સાંજે ૭.૩૦ કલાકે દોડશે. હિમતનગરથી અસારવા ટ્રેનમાં બે કલાકને ૨૦ મિનીટ લાગશે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -