અરવલ્લી : બાયડ કોંગ્રેસ અને એનસીપીમાં ભંગાણ

admin
1 Min Read

બાયડ બેઠક પર પેટાચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે અહીં રાજકીય જંગ જામ્યો છે. ત્યારે NCP અને કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાઇ રહ્યા છે તો પંચાયતના પૂર્વ પ્રમુખ કોંગ્રસમાં જોડાઇ રહ્યા છે. તેવામાં જીતુ વાઘાણીએ ભાજપની ચૂંટણી સભામાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. અરવલ્લીના બાયડમાં કોંગ્રેસ અને NCPમાં ભંગાણ પડ્યું છે. બાયડ પાલિકાના NCP ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ ભાજપમાં જોડાયા છે. જીતુ વાઘાણી અને પ્રદીપસિંહ જાડેજાની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો છે. કોંગ્રેસ સમર્પિત સરપંચો પણ ભાજપમાં જોડાયા છે. બાયડ-માલપુર યુથ કોંગ્રેસના બે પ્રમુખે પણ કોંગ્રેસથી છેડો ફાડ્યો છે. જીતુ વાઘાણી અને પ્રદીપસિંહ જાડેજાની હાજરીમાં 40 કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. અરવલ્લીના બાયડમાં આવેલા આંબલિયારા ગામમાં કોંગ્રેસ દ્વારા સંમેલનનું આયોજન કરાયું હતું. આંબલિયારામાં મધુસુદન મિસ્ત્રીની આગેવાનીમાં કાર્યકર્તાઓનું સંમેલન યોજાશે. મધુસુદન મિસ્ત્રીની આગેવાનીમાં ભાજપના તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કોંગ્રેસમાં જોડાયા હતા. પૂર્વ પ્રમુખ રાધાબેન ઝાલા અને તેમના પતિ કોંગ્રેસમાં જોડાયા છે.

 

 

Share This Article