અમદાવાદ-હિંમતનગર થઈ ઉદેપુર સુધી દોડતી મીટરગેજ લાઈનનું બ્રોડગેજમાં રૃપાતંર કરવા માટે તા.1 જાન્યુઆરી 2017 ના રોજ આ ટ્રેનને અનિશ્ચિત સમય માટે રેલ્વે સત્તાવાળાઓએ બંધ કરીને બ્રોડગેજનું કામ શરૃ કર્યુ હતુ જે કામ પૂર્ણ થયા બાદ લગભગ ૩૪ મહિના બાદ સાબરકાંઠાની પ્રજાને બ્રોડગેજ રેલ્વેનો લાભ મંગળવારથી મળતો થયો છે જોકે અમદાવાદના અસારવાથી નિર્ધારીત સમયે રવાના થયેલી આ ટ્રેનને હિંમતનગર આવતા લગભગ પાંચ કલાકનો સમય લાગ્યો હતો જોકે તેની પાછળનું કારણ એ હતુ કે અસારવાથી નિકળેલી આ ડેમુ ટ્રેન ને દરેક સ્ટેશન પર લોકોએ ફરજીયાત રોકીને તેનું ઉલ્લાસભેર સ્વાગત કરતા આ ટ્રેન સાંજે લગભગ સાત વાગે હિંમતનગર આવી પહોંચી હતી. બાદમાં અન્ય સ્ટેશને રવાના થઇ હતી આપ્રસંગે સાંસદ દિપસિંપ રાઠોડ, ધારાસભ્ય સહિત ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદથી હિંમતનગર થઈ ઉદેપુર સુધી લઈ જવા માટે રેલ્વે તંત્ર કામગીરી કરી રહી છે જેથી ડીસેમ્બર સુધીમાં સાબરકાંઠા અને અરવલ્લીની પ્રજાને રાજસ્થાન સુધી જવા માટે અનુકુળતા રહેશે હાલ તો પ્રથમ તબક્કામાં રેલ્વે તંત્રએ તા.15 ઓક્ટોમ્બરથી શરૃ કરેલી ટ્રેન હિંમતનગર આવી પરત અમદાવાદ જશે મેમુ ટ્રેન હોવાથી તે વચ્ચે આવતા તમામ સ્ટેશનો પર ઉભી રહેશે જોકે બુધવારથી રેલ્વે તંત્રએ જાહેર કરેલા ટાઈમ ટેબલ મુજબ ટ્રેન સેવા કાર્યકત બની જશે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -