ગાંભોઈના કેશરપુરા ગામના રમેશભાઈ પટેલ કે જેઓ છેલ્લા 40 વર્ષથી પશુપાલનનો વ્યવસાય કરી રહ્યા છે. આમ તો પહેલા ખેતી કરતા હતા પરંતુ યોગ્ય ઉત્પાદન અને પોષણક્ષણ ભાવ ન મળતા હતા. જેને લઈને તેમણે ખેતી બંધ કરીને પહેલા તો બે ગાય વસાવી હતી અને ત્યારબાદ ધીરે ધીરે કરીને 40 જેટલી ગાય અને ભેંસ હતી. એના કારણે રમેશભાઈએ બે તબેલા બનાવ્યા અને 10 લોકોનુ પરિવાર પણ આ પશુપાલનના વ્યવસાય પર ચાલતુ હતુ. પરંતુ વચ્ચે જે મંદી આવી જેના કારણે તેમણે 8 જેટલી ગાય પણ વેચી દીધી હતી અને જો હવે જો કરાર હેઠળ જે સસ્તાદરે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝિલેન્ડને દુધ અને તેની બનાવટો આપવાની વાતો કરાય છે તો પશુપાલકોને નુકશાન થાય તેમ છે. આમ તો દરરોજનુ 100 લિટર દુધ આ તબેલામાંથી ભરાવે છે અને 10 દિવસે 25 હજારનુ દુધ આ તબેલાથી થાય છે. વચ્ચે 6 માસ અગાઉ મંદી આવી ગઈ તો તેમાં નુકશાન જોવા મળ્યુ હતુ. પરંતુ હવે સરભર થયુ છે. પરંતુ જો આર.સી.ઈ.પી કરાર અંતર્ગત જો દુધ આવશે તો પશુપાલકોને વધુ નુકશાન ભોગવવુ પડે તેમ છે. આમ તો પહેલા કરતા પણ દુધના ભાવ ઘટે તેમ છે જો બહારનુ દુધ અહિ આવે તો પશુપાલકોને દુધના ભાવમાં ઘટાડો આવી શકે તેમ છે અને જેના કારણે જે વર્ષે 5 થી 7 લાખ મળતા હતા તે ઘટીને 2 થી 3 લાખ પહોચી જાય તેવુ છે. તો આ કરાર બંધ કરીને અહિનુ જ દુધ સ્વીકારવામાં આવે તેવી પશુપાલકોની રજુઆત છે. કારણ કે આ રમેશભાઈએ ખેતી બંધ કરીને પશુપાલન શરુ કર્યુ હતુ જો આ પરિસ્થીતી આવશે તો પશુપાલન બંધ કરી ફરી ખેતી તરફ વળવુ પડે તેમાં નવાઈ નથી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -