મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખતાં ભારતીય રેલવે મંગળવારે (15 ઓક્ટોબર)થી 10 નવી ટ્રેન શરૂ કરી હતી. આ ટ્રેનો દોડાવવામાં આવતાં હજારો મુસાફરોને સુલભતા રહેશે. નવી દોડાવવામાં આવનાર બધી ટ્રેનોને ‘સેવા સર્વિસ’ નામ આપવામાં આવ્યું છે. સાબરકાંઠા જિલ્લામાં ત્રણ વર્ષ બાદ રેલ્વે સ્ટેશન પર ટ્રેનની વ્હીસલ વાગતાં લોકોમાં આનંદનું મોજું ફરી વળ્યું હતું.. અમદાવાદના અસારવાથી હિંમતનગરમાં પહેલીવાર ટ્રેન આવતાં સ્થાનિકોના ચહેરા પર ખુશીની લહેર શમાતી ન હતી. અમદાવાદથી હિંમતનગર સુધીના રૂટ પર વિવિધ સ્ટેશનો પર ટ્રેનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જો કે સમય કરતાં બે કલાક ટ્રેન મોડી હોવા છતાં લોકોના ચહેરા પરથી આનંદ ઓસર્યો ન હતો. આગામી ડિસેમ્બર સુધીમાં અમદાવાદ થી ઉદેપુર સુધીની લાઇન શરૂ કરવાનું સ્થાનિક સાંસદ દિપસિંહ રાઠોડે આશાવાદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે હિંમતનગર રેલવે સ્ટેશન ઉપર મોટી સંખ્યામાં સ્થાનિકો હાજર રહ્યા હતા. ટ્રેનના આગમન થી દિલ્હીથી મુંબઇ સુધી સેતુરૂપ અને રોજગારની તકો ટ્રેન વધારશે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -