અરવલ્લી : ધવલસિંહ ઝાલાના પિતરાઈ ભાઈ કોંગ્રસમાં જોડાયા

admin
1 Min Read

પેટા ચૂંટણી પહેલાં ઠાકોર સેનામાં ફરી ગાબડું જોવા મળ્યું છે. બાયડમાં કોંગ્રેસનું શક્તિપ્રદર્શન યોજાયું હતું. જેમાં ભરતસિંહ સોલંકી અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ઉપસ્થિત રહ્યાં હતા. આ તકે ભાજપના નેતા ધવલસિંહ ઝાલાના ભાઈ વિક્રમસિંહ ઝાલા કોંગ્રેસમાં જોડાયા છે.બાયડમાં કોંગ્રેસના શક્તિ પ્રદર્શન સમયે ધવલસિંહ ઝાલાના પિતરાઈ ભાઈ વિક્રમસિંહ ઝાલા કોંગ્રેસમાં જોડાયા છે. ભરતસિંહ સોલંકીએ ખેસ પહેરાવી વિધિવત રીતે વિક્રમસિંહને કોંગ્રેસમાં પ્રવેશ અપાવ્યો છે. આ ઉપરાંત ઠાકોર સેનાના કાર્યકારી પ્રમુખ મુકેશ ઠાકોર સહિત 70થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. ચાર ટર્મથી ધારાસભ્ય રહેલા રામસિંહના પુત્ર અને પૂર્વ ધારાસભ્યના પુત્ર રણજીત તેમના પુત્રવધૂ સાથે કોંગ્રેસમાં જોડાયા છે.બાયડ વિધાનસભા બેઠક પેટા ચૂંટણીમાં બેઠક જીતવા બંને મુખ્ય પક્ષો વચ્ચે શામ દામ દંડ ભેદની નીતિ અપનાવી ચૂંટણીજંગ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે બાયડ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલાના પિતરાઈ ભાઈ વિક્રમસિંહ ઝાલા પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને ભરતસિંહ સોલંકીની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં જોડાતા ભાજપમાં ભારે હડકંપ મચ્યો હતો ઠાકોર સેનાના પૂર્વ અધ્યક્ષ સહીત ૭૦ જેટલા ઠાકોરસેનાના કાર્યકરોએ પંજાનો સાથ પકડતા રાજકીય ગરમાવો આવી ગયો છે ધવલસિંહ ઝાલાના પિતરાઈ ભાઈ વિક્રમસિંહ ઝાલાએ ધવલસિંહ ઝાલાએ સમાજને છોડ્યો હોવાથી હું તેમની સાથે રહેવાના બદલે કોંગ્રેસમાં જોડાયો હોવાનું જણાવ્યું હતું.

 

Share This Article