સુરેન્દ્રનગર : કોલેજના યુવક-યુવતી બસ સ્ટેન્ડમાં ઝઘડ્યા

admin
1 Min Read

સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડમાં યુવક-યુવતીના ઝઘડાનો વીડિયો વાયરલ થયો છે. યુવક-યુવતીઓ એકબીજાને માર મારતા પણ વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યા છે. આ બંને યુવક-યુવતી કોલેજના વિદ્યાર્થીઓ હોવાનું અનુમાન છે. આ વીડિયો ક્યારનો છે અને કેટલો જૂનો છે તે જાણી શકાયુ નથી. જીએસટીવી પણ વીડિયોની પુષ્ટી કરતું નથી. ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડમાં યુવક અને યુવતી છુટા હાથની મારામારીનો વીડિયો વાયરલ થયો છે. આ ઝઘડા પાછળનું કારણ જાણવા નવી મળ્યું પણ એ બે દિવસ પહેલાનો હોવાનું અનુમાન છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે પહેલા યુવક યુવતી પર હાથ ઉપાડે છે. તે બાદ યુવતી પણ યુવકને મારવાની કોશિશ કરે છે પરંતુ યુવતીનો પગ લપસી જતા તે નીચે પડી જાય છે. તે બાદ યુવક ત્યાંથી ચાલતો થાય છે અને યુવતી પણ તતેના એકટીવા પર બેસીને ત્યાંથી જતી રહે છે.

 

Share This Article