મઉ ગામે મહિલાઓએ કર્યો હોબાળો

admin
1 Min Read

અરવલ્લી જિલ્લામાં ચાલુ વર્ષે મેઘ મહેર સો ટકા થઇ હોવા છતાં લોકોને અત્યારથી જ પીવાના પાણી માટે હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ ભિલોડા તાલુકાના મઉ ગામે લોકોને પીવાના પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે. તંત્રની ગોર બેદરકારી હોવાનો સ્થાનિક લોકોએ વિરોધ કરી મહિલાઓ એ છાજિયા લઇ વિરોધ દર્શાવ્યો હતો. ગામના રોહિત અને ચેનમાં ફળિયામાં સાત દિવસે પણ પાણી ન મળતા ગામની મહિલાઓએ માટલા ફોડીને સરપંચ અને વૉર્ડના સભ્યોના છાજિયા લીધા હતા. પીવાનું પાણી ન મળતા મહિલાઓએ પંચાયત પહોંચી હતી અને ગ્રામ પંચાયત સામે માટલા ફોડી વિરોધ દર્શાવ્યો હતો. તમને જણાવી દઈએ કે કમોસમી વરસાદને કારણે બાયડ અને મોડાસા તાલુકામાં ખેડૂતોને મગફળી, કપાસ અડદના પાકમાં વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે. બાયડ અને મોડાસા તાલુકામાં તૈયાર થયેલ મગફળી, કપાસ અને સોયાબીનનો પાક કમોસમી વરસાદમાં પલડી ગયો છે. સરકાર દ્વારા દરેક જિલ્લા દીઠ ટોલ ફ્રી નંબર જાહેર કરાયા છે. આ નંબર પર ફોન કરી ખેડૂત પોતાના પાક નુકશાની ના સર્વે માટે સરળતાથી તંત્ર માં રજુઆત કરી શકે. પરંતુ આ ટોલ ફ્રી નંબર ખેડૂતોની મશ્કરી કરવા જાહેર કરાયા હોય એમ લાગી રહ્યું છે.

Share This Article