: હિમતનગર આર.ટી.ઓ અધિકારીઓની કામચોરી સામે આવી રહી છે. પાસિગ માટે મોટી સંખ્યામાં વાહનોની કતારો લાગી જોવા મળી હતી. આર.ટી.ઓ અધિકારીઓ ઓફિસમાથી બહાર નીકળ્યા ન હતા. અધિકારીઓની કામચોરીને લીધે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એમ પણ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ટ્રાફિકના નવા નિયમોનું કડક રીતે પાલન થાય તેના માટે ટ્રાફિક પોલીસ બનતા તમામ પ્રયાસો કરી રહી છે. પરંતુ અમુક લોકો કાયદાના લીરેલીરા ઉડાડી રહ્યા છે, તેની સામે ટ્રાફિક પોલીસ નિયમો દંડનારને ધડાધડ મેમા ફટકારી રહી છે.

ટ્રાફિકના નિયમના ભંગ બદલ નાના લોકો જ દંડાતા હોય છે. તેવામાં હિમતનગર આર.ટી.ઓ અધિકારીઓની આવી કામચોરી સામે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના તમામ મોટા શહેરોમાં હવે લોકો રીતસર ટ્રાફિક નિયમનું પાલન કરતા જોવા મળી રહ્યાં છે. મોટા શહેરમાં લોકો અવારનવાર નિયમ ભંગ કરતા હોય છે. પરંતુ સરકાર દ્વારા જ્યારથી આકરો દંડ વસૂલવાનું શરૂ કર્યું છે ત્યારથી દિવસ તો શું રાતના 12 વાગ્યા પછી પણ શહેરજનો ટ્રાફિક સિગ્નલ પર રીતસર ટ્રાફિકના નિયમનુ પાલન કરી રહ્યા છે. મોડીરાત્રે પણ મોટા ચાર રસ્તા પર કોઇ પોલીસકર્મી હોય કે ન હોય તમામ વાહનો લાલ સિગ્નલ થતા રીતસર ઉભા રહી જાય છે.
