છેલ્લા ઘણા સમયથી એવી ઘટનાઓ સામે આવી રહી છે જેમાં નાસ્તામાં કે પછી ભોજનમાં જીવાત નીકળી હોય. આવા અનેક બનાવો હાલના સમયમાં સામે આવ્યા છે. સારી નામચીન હોટલોમાં આવી ગંભીર બેદરકારી દાખવવામાં આવવાના કિસ્સા બાદ હવે સરકારી હોસ્પિટલ પણ આમાંથી બાકાત નથી રહી. સાબરકાંઠાના હિંમતનગર સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. જ્યાં એક દર્દીના ભોજનમાંથી તીતીઘોડો હોવાનું સામે આવ્યા બાદ હોસ્પિટલમાં ખળભળાટ મચ્યો હતો. સરકાર દ્વારા એક સમયનું ભોજન આપવામાં આવતુ હોય છે. જે અહીં દર્દીને આપવામાં આવ્યુ હતું. જોકે, ભોજનમાં પીરસવામાં આવેલ દાળ ભાતમાંથી તીતીઘોડો નીકળતા દર્દી અને તેન સગા વ્હાલા ચોંકી ઉઠ્યા હતા અને તેમણે આ મામલે ભારે હોબાળો મચાવ્યો હતો. આ અંગેની જાણ હોસ્પિટલ તંત્રને કરવામાં આવતા રસોડા વિભાગના કર્મચારીઓએ પણ યોગ્ય જવાબ ન આપતા ગલ્લા તલ્લા કરી ત્યાંથી છટકબારી કરી લીધી હતી. ત્યારે તંત્રની આ ઘોર બેદરકારીને લઈ હાલ આ કિસ્સો ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
