પોલિસ બાદ હવે સરકારી નર્સનો ટીકટોક વીડીયો વાયરલ

admin
1 Min Read

આમ તો પોલીસ પણ તમારી અને મારી જેમ સામાન્ય માણસ છે. મહેસાણાની મહિલા કોન્સટેબલ અર્પીતા ચૌધરીને ટીકટોક વાયરલ થયા બાદ તેને તરત સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. પોલીસ અધિકારીના આ પગલાની ચારે તરફ ટીકા વચ્ચે વધુ બે પોલીસના ટીકટોક વાયરલ થયા જેમાં અમદાવાદની મહિલા કોન્સટેબલ સંગીતા પરમાર અને વડોદરાના પોલીસ સબઈન્સપેકટર અરૂણ મીશ્રાનો વીડિયો પણ બહાર આવ્યો હતો. પરંતુ આ ઘટના સાવ વિરુદ્ધ છે. પોલીસ બાદ હવે ડોકટરોના ટીકટોક વીડિયો વાયરલ થઇ રહ્યા છે. સાબરકાંઠાના પ્રાંતિજના સલાલ આરોગ્ય વિભાગમાં કામ કરતા એક નર્સનો ટીકટોક વીડિયો વાયરલ થયો છે. ટીકટોક વીડિયોની તપાસ કરવામાં આવી તો ચાલુ ફરજે વીડિયો બનાવ્યો હોય તેવું જાણવા મળ્યું છે. અને આ નર્સે આરોગ્ય વિભાગના ડોકટરની ખોટી આઈ.ડી બનાવી હોય તેવું પણ જાણવા મળ્યું છે. તે બાદ આરોગ્ય વિભાગ દ્વાર તુરંત કાર્યવાહી કરતા નર્સને ફરજમાંથી મોકૂફ કરવામાં આવ્ય હતા. અને આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કમિટીની રચના પણ કરવામાં આવી હતી અને આ સમગ્ર ઘટનાની સ્પષ્ટ પાને તપાસ કરવાનું કહેવામાં આવ્યું હતું.

Share This Article