સાબરકાંઠામાં કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલે અનોખો વિરોધ દર્શાવ્યો. સંકલન સમિતિની બેઠક દરમિયાન તેઓ જમીન પર બેસી ગયા હતા. તેમના વિસ્તારમાં ગ્રાન્ટની ફાળવણી કરવામા અસમાનતા રખાતી હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. જેના મુદ્દે વિરોધ દર્શાવવા માટે તેઓ જમીન પર બેસી ગયા હતા. જોકે આ અંગે હાલ તો કલેક્ટર દ્વારા તપાસના આદેશ આપી દેવાયા છે. સાથે જ જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે. દંડક કોટવાલના અનોખા વિરોધના પગલે કલેકટર અને ડીડીઓ જેવા ઉચ્ચ અધિકારીઓ પણ બેઠકમાં હાજર થવાને બદલે પોતાની ચેમ્બરમાં જ બેસી રહ્યા હતા. એક કલાક સુધી દંડક કોટવાલે ભોયતળીયે બેસી રહેતા આખરે કલેકટરે અધિક કલેકટરની મારફતે આક્ષેપો સાંભળીને નિરાકરણ લાવવા માટે કલેકટરની ચેમ્બરમાં જવાબદાર અધિકારીઓને હાજર રાખીને બેઠક લીધી હતી. આખરે તપાસ કરવા માટેના આદેશો આપી ફાળવેલી ગ્રાન્ટને સ્થગીત કરવા માટે હુકમ કરતા જ મામલો થાળે પડ્યો હતો.
