રાજ્યમાં મેઘરાજાની ફરી થઇ પધરામણી

admin
1 Min Read

રાજ્યમાં હવામાનની આગાહીને પગલે ફરી વરસાદનું આગમન થયું છે. આજે વહેલી સવારથી હિમંતનગના ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે મેઘરાજાએ પધરામણી કરી છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા આજે અને આવતી કાલે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઓરિસ્સા અને બંગાળ સાથે દક્ષિણ રાજસ્થાનમાં લો પ્રેસર સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે. જેના કારણે ગુજરાતના રાજસ્થાન બોર્ડર પર આવેલા સાબરકાંઠા અને બનાસકાંઠા સહિત સમગ્ર રાજ્યમાં 14 અને 15 ઓગસ્ટ એટલે કે આજે અને આવતી કાલે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આગાહીને પગલે આજે વહેલી સવારથી સાબરકાંઠામાં વરસાદનું આગમન થઇ ચૂક્યું છે. હિમંતનગના પુણાસણ, રાયગઢ, બાખોર, ચાપલાનારા, પંથકમાં વરસાદ ખાબક્યો છે. તો આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહીને લઇ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે.

Share This Article