રાજ્ય વન-આદિજાતિ મંત્રી રમણ પાટકરે બાફ્યું

admin
1 Min Read

ઉમરગામ તાલુકાના સંજાણ ખાતે પારસીઓના જાજરમાન ઈતિહાસની ધરોહર સમા કિર્તી સ્તંભની સ્થાપના અંતર્ગત શનિવારે સંજાણ ડેની દબદબાભેર ઉજવણી કરાઇ હતી. સમાજના વડાદસ્તુરની ઉપસ્થિતિમાં સમાજના પારસીઓએ આતાશ બહેરામ (અગ્નિ)ની શ્રદ્ધાપૂર્વક પૂજા-અર્ચના કરી હતી. આ ઉજવણીમાં રાજયના આદિજાતિ અને વનમંત્રી રમણ પાટકરે ઉદ્દબોધનમાં ભાંગરો વાટયો હતો. તેમણે પારસીઓના ઈતિહાસને જીવંત કરતા શબ્દોમાં છબરડો વાળતા ઉપસ્થિત આગેવાનો સહિત લોકો આશ્ચર્યમાં મુકાયા હતા. તે સમયના રાજા જાદીરાણાએ પાણીનો કટોરો મોકલ્યા બાદ પારસીઓએ તેમાં ખાંડ ભેળવી એવો સંકેત આપ્યો હતો કે, અમો ઈરાનથી આવ્યા છે, જે રીતે પાણીમાં ખાંડ ભળી ગઈ છે તે રીતે ભારત અને ગુજરાતમાં સમાઈ જઈશું એમ કહ્યું હતું. પરંતુ જાદીરાણાએ પાણી નહીં પણ દૂધનો કટોરો મોકલ્યા બાદ સમાજના આગેવાનોએ તેમાં સાકર ભેળવી અમે દૂધમાં સાંકરની જેમ ભળી જઈશું એમ જણાવ્યું હતું.

 

Share This Article