ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ

admin
1 Min Read

ગુજરાતમાં પડેલા માવઠાંને પરિણામે મગફળીના ટેકાના ભાવે કરવાની ખરીદીને મુલતવી રાખવામાં આવી હતી. ત્યારે હવે આ ખરીદી ફરીથી ચાલુ કરવામાં આવી છે. ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ થતાં વહિવટી તંત્ર ખીદી કરવાની વ્યવસ્થામાં લાગ્યુ હતું. આ માટે સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતોને મેસેજ કરીને ખરીદી માટે બોલાવાયા હતા. મહત્વનું છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 2 નવેમ્બરના રોજ જાહેરાત કરી હતી તે પ્રમાણે, આજથી 30 જાન્યુઆરી સુધી ગુજરાતના 145 સેન્ટર સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરશે. આમ, 90 દિવસ સુધી મગફળીની ખરીદી કરવામાં આવશે. ગુજરાતના કુલ 145 સેન્ટરમાં મગફળી ખરીદી ચાલશે. નાફેડ પ્રતિ મણ રૂપિયા 1018ના ભાવથી મગફળી ખરીદશે. પહેલા તબકકે ખેડૂત દીઠ 2500 કિલો ગ્રામ મગફળી ખરીદવામાં આવશે.  સાબરકાંઠા જિલ્લાના 8 તાલુકાના 6 સેન્ટર પર મગફળી ખરીદી અને 2 સેન્ટર પર ડાંગરની ખરીદી શરૂ કરવામાં આવી છે. તો બનાસકાંઠા જિલ્લામાં 16 જેટલા ખરીદ કેન્દ્રો બનાવવામાં આવ્યા છે, જેમાં 35,034 જેટલા ખેડૂતોએ પોતાની મગફળી ટેકાના ભાવે વેચવા ઓનલાઈન નોંધણી કરાવી છે.

Share This Article