ભિલોડાના પાદરા ગામે 16 વર્ષીય સગીરે કરી આત્મહત્યા

admin
1 Min Read

પાદરા ગામે 16 વર્ષીય યુવકે પોતાના ઘરમાં દોરડે લટકી જીવન ટૂંકાવ્યું છે. મોતનું કરણ અકબંધ છે પરંતુ મૃતક ના પરિવારજનોએ યુવક ની હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરી છે. મૃતકના મૃતદેહને ભિલોડા કોટેજ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડાયો છે. ભિલોડા પોલીસે કિશોરના મોત અંગે એફએસએલ અને ડોગ સ્કવોર્ડ બોલાવી વધુ તપાસ કરવાની તજવીજ હાથ ધરી હતી. આ અંગેની વિગત એવી છે કે, ભિલોડા તાલુકાના પાદરા ગામનો બિપિનભાઈ રમેશભાઈ નિનામાં (ઉ.વ.16) નાઓ અગમ્ય કારણોસર ઘરના આંગણામાં પોતાના શર્ટથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં ઘરે લાશ લટકતી જોઈ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે આવી પંચનામું કર્યું હતું. મૃતકને પીએમ માટે ભિલોડાની કોટેજ હોસ્પિટલમાં લવાયો હતો પરંતુ પરિવારજનોનું કહેવું છે કે મૃતક બિપિને આત્મહત્યા નહીં પણ તેની હત્યા કોઈકે કરી હોવાના આરોપ સાથે મૃતકના પરિજનોએ પોલીસ સામે રોષ ઠાલવી ભિલોડાની કોટેજ હોસ્પિટલમાં કુટુંબી જનોએ હોબાળો મચાવ્યો હતો.

Share This Article