Connect with us

બોટાદ

બોટાદનાં પાણી લાઈનમાં થયું ભંગાણ

Published

on

બોટાદના ખસ રોડ પર પાણીની લાઇનમાં ભંગાણ થતાં લાખો લીટર પાણીનો વ્યય થઈ રહ્યો છે. પાણીનો વ્યય થતા સમગ્ર વિસ્તારમાં પાણી ભરાયા છે. 20 ફુટ ઉંચા ફુવારાઓ ઉડતા આસપાસમાં આવેલ મકાનો સહિત દુકાનોમાં ધોવાણ થયું છે. છેલ્લા 4 કલાકથી લાખો લીટર પાણીનો વ્યય થતો હોવા છતાં તંત્ર દ્વારા કોઈ દરકાર લેવામાં આવી નહતી. એક તરફ પાણીની અછત ચાલી રહી છે અને સાથે સાથે મહી પરીએજના પાણી પહોંચાડવા માટેનું મુખ્ય સંપ નાવડા પણ હાલ બંધ છે. બોટાદના ખસ રોડ પર આવેલ પઠાણવાડીની બહાર ગ્રાઉંડ પર પાણીની પાઈપ લાઈનમાં મોટા પ્રમાણમાં ભંગાણ જોવા મળી રહ્યું છે. પાઈપ લાઈનમાં ભંગાણ થતા બાજુમાં આવેલ કરિયાણાની દુકાનમાં તેમજ મકાનમા પાણી ફરી વળ્યા છે. જ્યારે એક તરફ પીવા માટે પાણીના ફાંફા પડી રહ્યા છે ત્યારે મોટા પાયે પાણી વહી જતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે તંત્ર તેમજ જવાબદાર અધિકારીઓ પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ગુજરાત

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો, બોટાદ જિ.પંચાયત હવે ભાજપને જીતવામાં સરળતા

Published

on

By

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે આ પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાતમાં જિલ્લા-તાલુકા અને નગરપાલિકાઓના ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ છે ત્યારે ગુજરાત હાઈકોર્ટે બોટાદ જિલ્લા પંચાયતની ચૂંટણીના કોંગ્રેસના 14 ઉમેદવારોનાં ફોર્મ રદ્દ કરવાના વિવાદમાં મોટો ચુકાદો આપ્યો છે.

ગુજરાત હાઇકોર્ટે ચૂંટણી પંચના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવા ઇનકાર કરીને કોર્ટે કોંગ્રેસના ઉમેદવારોની અરજી ફગાવી દેતાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ગુજરાત હાઈકોર્ટના આ નિર્ણયના પગલે કોંગ્રેસના 14 ઉમેદવારો આ ચૂંટણી લડી શકશે નહીં. કોંગ્રેસના કાર્યકરોએ રજૂઆત કરી હતી કે, કોંગ્રેસના ઉમેદવારોનાં 14 ફોર્મ રદ્દ કરવાની પ્રક્રિયા ચૂંટણીના કાયદાકીય નિયમોથી વિરુધ્ધ છે.

આ રજૂઆતને હાઈકોર્ટે સ્વીકારી નથી. અરજદારોએ કરેલી રજૂઆત મુદ્દે ચાલુ ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન હસ્તક્ષેપ કરવાને લઈ ગુજરાત હાઇકોર્ટ ઇનકાર કરી દીધો છે. હાઈકોર્ટના ચુકાદા સાથે જ બોટાદ જિલ્લા પંચાયત ભાજપના હાથમાં સરળતાથી જાય તેવી શક્યતા છે. કારણકે બોટાદ જિલ્લા પંચાયતમાં કુલ 20 બેઠકો છે અને તેમાંથી 18 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર નથી. આમ આદમી પાર્ટીએ 12 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે તેથી જિલ્લા પંચાયતની 8 બેઠકો પર ભાજપનો વિજય અત્યારથી નક્કી છે. ભાજપે જિલ્લા પંચાયત કબજે કરવા હવે ત્રણ બેઠકો જ જીતવાની જરૂર છે.

Continue Reading

બોટાદ

ગઢડામાં આચાર્ય પક્ષના એસપી સ્વામી વિવાદમાં, હરિજીવનદાસ સ્વામીને ઝીંકી દીધો લાફો

Published

on

By

ગઢડાનું ગોપીનાથજી મંદિર હવે સેવાભાવ ભક્તિભાવ સાથે સાથે સત્તાની સાઠમારી માટે પણ જાણીતું થઈ ગયું છે. અહીંયા દર બે મહિને આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે ઝઘડાઓ થયા કરે છે. ત્યારે ગત રવિવારથી ફરી ગઢડા મંદિરમાં ચેરમેનની ખુરશી માટે  નાટકીય રીતે સત્તાની ખેંચાખેંચી થઈ છે. ત્યારે વધુ એક વખત ગોપીનાથજી મંદિર ચર્ચામાં આવ્યુ છે. આચાર્ય પક્ષના એસપી સ્વામીએ હરિજીવનદાસ સ્વામીને લાફો ઝીંકી દેતા તેઓ વિવાદમાં સપડાયા છે.

હકિકતમાં રવિવારે આચાર્ય પક્ષે રવિવારે મંદિરના ચેરમેન હરિજીવન સ્વામીના સ્થાને રમેશ ભગતની ચેરમેન તરીકે નિમણૂક કરી હોવાનો દાવો કર્યો હતો. જોકે, દેવ પક્ષે આ નિમણૂકને ગેરકાયદેસર ગણાવી હતી કારણ કે મંદિરની ચૂંટણીમાં તેમનો વિજય થયો છે. દરમિયાન આ અંગે થયેલી હુસાતુસીમાં પૂર્વ ચેરમેન એસપી સ્વામીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ મંદિરના ચેરમેન હરિજીવન સ્વામી કરી રહ્યા છે.

તેમણે આચાર્ય પક્ષના એસપી સ્વામી, ઘનશ્યામવલ્લભ દાસજી અને પાર્ષદ રમેશ ભગત સામે ફરિયાદ નોંધાવી છે. હરિજીવનદાસ સ્વામીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું ચેરમેનની ઓફિસમાં ગયો ત્યારે પાર્ષદ રમેશ ભગત મારી ખુરશી પર બેઠા હતા અને પોલીસ પણ ત્યારે અમારી સામે હાજર હતી ત્યારે એસપી સ્વામીએ મને ગાળ આપી અને લાફો મારી લીધો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જોકે હાલ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી મામલાની વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

ધર્મદર્શન

જય હનુમાન દાદા : સાળંગપુર કષ્ટભંજન દેવને સોનાના વાઘાથી મઢાયા…જુઓ અદ્ભૂત તસવીર

Published

on

By

દેશભરમાં દિવાળીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ વર્ષે કોરોનાના વધતા કહેરને કારણે અનેક જગ્યાએ લોકડાઉન આપવામાં આવ્યું હતું. તેમજ અનેક મંદિરો પણ બંધ રાખવામાં આવ્યા હતા. ત્યારે હવે મોટાભાગના મંદિરો ભક્તો માટે ખુલી ગયા છે. હાલ દિવાળી પર્વનો પ્રારંભ થયો છે.

ત્યારે દિવાળીના તહેવારને લઈ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે કાળી ચૌદસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે હનુમાન દાદાને 8 કિલો સોનામાંથી બનેલા સુવર્ણ વસ્ત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. 6.50 કરોડ ના ખર્ચે બનેલા સુવર્ણ વસ્ત્રોની મંદિર પરિસરમાં પાલખી યાત્રા કાઢવામાં આવી હતી.

પાલખી યાત્રાના સુવર્ણ વાઘાના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ સોનાના વસ્ત્રો હનુમાન દાદાને અર્પણ કરાયા હતા. આ પ્રસેં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, વડતાલ ગાદીપતિ રાકેશપ્રસાદ મહારાજ સહિતના અન્ય સંતો હાજર રહ્યા હતા. આ વાઘામાં રિયલ ડાયમંડ, રૂબી, બિકાનેરી મીણો અને એન્ટિક વર્કનો પણ સમન્વય જોવા મળે છે. વાઘાને સંપૂર્ણ રીતે તૈયાર થતાં 1 વર્ષનો સમય લાગ્યો છે. 22 જેટલા મુખ્ય ડિઝાઇનર આર્ટિસ્ટ સાથે મળી 100 જેટલા સોનીએ કામ કર્યું છે અને તૈયાર થવામાં આશરે 1050 કલાક જેટલો સમય લાગ્યો છે.

Continue Reading
Uncategorized40 mins ago

સૂર્યાસ્તનો સુંદર નજારો જોવો હોય તો આ સ્થળોની અવશ્ય મુલાકાત લો

Uncategorized2 hours ago

વોટ્સએપ પર હવે ગાયબ નહીં થાય સ્ટેટસ! 24 કલાક પછી અહીં સાચવવામાં આવશે; નવી સુવિધા જાણો

Uncategorized3 hours ago

દરરોજ લાખો કમાવે છે આ મહિલા, બસ કરે છે આ સરળ કામ, એક કલાકનો ચાર્જ સાંભળીને ચોંકી જશો

Uncategorized4 hours ago

કૃતિ સેનનની વ્હાઇટ પર્લ સાડી લુકથી હટશે નહીં નજર, પાર્ટી માટે છે પરફેક્ટ

Uncategorized5 hours ago

માત્ર એક જ પ્રકારની ઓમલેટ ખાઈને કંટાળી ગયા છો તો બનાવો આ સ્વાદિષ્ટ ટમેટાની ઓમલેટ

Uncategorized7 hours ago

IPLમાં 890 રન અને 3 સદી! છતાં પણ શુબમન ગિલ માટે WTC કેમ મુશ્કેલ બનશે? સ્વયં જાહેર કરી

Uncategorized7 hours ago

Jee Karda Trailer : તમન્ના ભાટિયા પ્રેમને લઈને મૂંઝવણમાં દેખાઈ, પ્રથમ હિન્દી વેબ સિરીઝનું ટ્રેલર થયું રિલીઝ

એન્ટરટેનમેન્ટ7 hours ago

આદિપુરુષની ટીમ દરેક થિયેટરમાં 1 સીટ ભગવાન હનુમાનને સમર્પિત કરશે.

Uncategorized4 weeks ago

સરદારધામ પ્રેરિત એકસ્પો નૂતન ભારતનું નિર્માણ કરશે : વડાપ્રધાનનું સપનું થશે સાકાર

Uncategorized4 weeks ago

યુઝવેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ, બન્યો IPLનો નંબર 1 બોલર

Uncategorized4 weeks ago

શું શાહરૂખ ખાનની ઈચ્છા પૂરી થશે? શા માટે હવે કોઈની સાથે લડવા નથી માંગતા SRK, ‘જવાન’ની રિલીઝ ડેટ અણધાર્યા

Uncategorized4 weeks ago

સ્કેમરે નોકરીની ઓફર આપી અને પછી અચાનક ખાતામાંથી 96 લાખ રૂપિયા કપાઈ ગયા

Uncategorized4 weeks ago

ચૂકશો નહીં તક ! આ મહિને ટાટા મોટર્સની આ SUV કાર પર બમ્પર ડિસ્કાઉન્ટ

એન્ટરટેનમેન્ટ4 days ago

સલમાન ખાન અને શાહરૂખ ખાનનું સ્થાન કોણ લેશે?

લાઈફ સ્ટાઇલ5 days ago

રસોડામાં છુપાયેલા કોકરોચ તમને બીમાર કરી શકે છે, તેનાથી છુટકારો મેળવવા માટે કરો આ ઉપાયો

Uncategorized4 weeks ago

OMG! 90 રૂપિયામાં મહિલાએ ખરીદ્યું ઘર, પછી કર્યો એવો કમાલ, હવે લોકો 4 કરોડ ચૂકવવા છે તૈયાર

Trending