પંચમહાલ-ટપલાવાવ ગામે જંગલમા સંતાડી રાખેલો દારૂનો જથ્થો પકડાયો

Subham Bhatt
1 Min Read

પંચમહાલ હાલોલ તાલૂકાના ટપલાવાવ ગામે જંગલમા સંતાડી રાખેલો વિદેશી દારૂનો જથ્થ ઝડપાયો,એક ઇસમની અટકાયત. ગોધરા એલ.સી.બી. પોલીસે હાલોલ તાલુકાના ટપલાવાવ ગામના જંગલમાંસંતાડી રાખેલ વિદેશી દારૂની પેટીઓ નંગ-૩૨૪ જેમાં બોટલો નંગ-૩૮૮૮ કુલ કિ.રૂ. ૮,૯૫,૯૨૦/-નો પ્રોહી મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડયો હતો.

A quantity of liquor hidden in the forest was seized at Panchmahal-Taplavav village

જીલ્લા એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીજે.એન.પરમાર એલ.સી.બી. ગોધરા નાઓને ખાનગી બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે, હાલોલતાલુકાના પાવાગઢ પો.સ્ટે. વિસ્તારના ટપલાવાવ ગામે રહેતો દિનેશભાઈ ગોવિંદભાઈ રાઠવા તથાઘોઘંબા તાલુકાના રણજીતનગર બાઢવા ફળીયામાં રહેતો રાજુભાઇ વિપીનભાઈ રાઠવા નાઓએ ભેગામળી ટપલાવાવ ગામના જંગલમા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવી સંતાડી રાખેલ છેઅને સગેવગે કરવાની પેરવીમાં છે તેવી મળેલ બાતમી આધારે શ્રી આઇ.એ. સિસોદીયા પોલીસ સબઇન્સ્પેકટર એલ.સી.બી. ગોધરા તથા એલ.સી.બી. સ્ટાફના માણસોએ ટપલાવાવ ગામના જંગલમા બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા નીચે મુજબનો મુદ્દામાલ મળી આવ્યો હતો

Share This Article