Connect with us

અરવલ્લી

ભિલોડાના સુનસર ધોધ પરથી એક શખ્શ નીચે પટકાયો

Published

on

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલ ધરતી માતાના મંદિર નજીક પહાડની ટોચે થી વહેતા પાણી થી સર્જાતો ધોધ  જોવા મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી રહયા છે.પરંતુ આ સુનસરના ધોધે સેલ્ફી ખેંચવા ઉંચે ચડેલો એક યુવક  પગ લપસી જતાં નીચે પટકાયો હતો.અને ઘવાયેલ આ શખ્શને માથાના ભાગે ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયો હતો. જિલ્લામાં મોડે મોડે થયેલી મેઘ મહેરથી ચારેકોર વનરાજી ખીલી ઉઠી છે.લીલીછમ હરીયાળીથી મલકી ઉઠેલા ભિલોડા પંથકમાં આવેલ સુનસર નો ધોધ હજારો સહેલાણીઓની મુલાકાત થી ચર્ચા સ્થાને રહયો છે. આ ધોધ જોવા આવેલા એક સહેલાણી સેલ્ફી ખેંચવા ધોધની અધવચ્ચે પહોંચ્યો હતો.પરંતુ અચાનક આ 35 વર્ષિય યુવકનો પગ લપસી જતાં ઊંચાઈ એથી નીચે પટકાયેલ આ યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.પંથકમાં  જાણીતા અને રોજબરોજ  હજારો સહેલાણીઓ જયારે આ સુનસર ધોધ જોવા ઉમટી રહયા છે.ત્યારે આ સ્થળે જરૃરી સુરક્ષા વ્યવસ્થા ઉભી કરાય તેવી માંગ વર્તાઈ રહી છે.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

અરવલ્લી

અરવલ્લીના ધનસુરામાં ત્રણ ઇંચ વરસાદ; ડીસામાં વરસાદ સાથે માછલીઓ વરસતા અચરજ!

Published

on

Three inches of rain in Dhansura, Aravalli; Amazing fish raining with rain in December!

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સોમવાર સુધી ચોમાસું  સુરત સુધી પહોંચી ગયું છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો ગુજરાતના 111 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે ત્રણ ઇંચ જેટલો વરસાદ અરવલ્લી જિલ્લાના ધનસુરામાં પડ્યો છે. બીજી તરફ ડીસાના એક ગામ ખાતે વરસાદ સાથે માછલીઓનો વરસાદ થતાં કુતૂહલ સર્જાયું છે.

Three inches of rain in Dhansura, Aravalli; Amazing fish raining with rain in December!

મંગળવારે સવારે છ વાગ્યા પૂર્ણ થતા 24 કલાક દરમિયાન રાજ્યના 111 તાલુકામાં વરસાદ (Gujarat monsoon 2022) નોંધાયો છે. જેમાં સૌથી વધારે 70 MM વરસાદ ધનસુરા (Dhansura Rain)માં નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સાત તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. 18 તાલુકા એવા છે જ્યાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.

Continue Reading

અરવલ્લી

અરવલ્લી : મંકિપોક્સના ભય વચ્ચે ચીકનપોક્સના કેસમાં વધારો, જીલ્લામાં બાળકો ચિકનપોક્સનો શિકાર બની રહ્યા છે,સગર્ભા માટે ભય

Published

on

Aravalli: Chickenpox cases on the rise amid fears of monkeypox, children in the district are falling prey to chickenpox, fear for pregnant women

દુનિયામાં મંકિપોક્સના કેસ સતત વધી રહ્યા છે મંકીપોક્સે વિશ્વના ઘણા દેશોમાં ભય ફેલાવ્યો છે સદ્નસીબે ભારતમાં હજુ સુધી એક પણ કેસ નોંધાયો નથી પરંતુ મંકિપોક્સ ચેપી હોવાથી અને દુનિયાના દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યો હોવાથી ભારતમાં તેની એન્ટ્રી અટકાવવા સરકાર સક્રિય થઈ છે. કેન્દ્ર સરકારે મંકિપોક્સના મેનેજમેન્ટની ગાઈડલાઈન્સ બહાર પાડી છે. મંકિપોક્સ જેવા લક્ષણો ધરાવતો ચિકનપૉક્સ બાળકોમાં જોવા મળતા અરવલ્લી જિલ્લામાં ફફડાટ ફેલાયો છેઅરવલ્લી જીલ્લામાં ચિકનપૉક્સના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે જીલ્લામાં અત્યાર સુધી 50 જેટલા બાળકો ચિકનપૉક્સનો ભોગ બનતા તબીબો પણ માથું ખંજવાળી રહ્યા છે ત્યારે ચિકનપૉક્સ બીમારીનું સંક્રમણ ફેલાતું અટકાવવા આરોગ્ય તંત્ર સર્વેની કામગીરી હાથધરે તેવી લોકમાંગ પ્રબળ બની છે

Aravalli: Chickenpox cases on the rise amid fears of monkeypox, children in the district are falling prey to chickenpox, fear for pregnant women

ચિકનપૉક્સ સગર્ભા મહિલાઓ અને પુખ્તવયના લોકો પણ શિકાર બની શકે છેચિકનપોક્સમાં, દર્દીઓને તાવ સાથે શરીર પર નાના લાલ ફોલ્લીઓ પડે છે. આ અંગે તબીબના જણાવ્યા અનુસાર,ચિનકપોક્સ એક ચેપી રોગ છે અને બાળકો તેમજ પુખ્ત વયના લોકો અને સગર્ભા સ્ત્રીઓને આ રોગનું જોખમ રહેલું છે. ચિકનપૉક્સ વાઇરલ ઈન્ફેક્શન હોવાથી જો તમે ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવો તો તમને પણ આ રોગ થઈ શકે છે. દર્દીના દાણા અને ઘા માંથી નીકળતા પાણીના સંપર્કમાં આવવાથી પણ બીજા વ્યક્તિ ચેપનો શિકાર પણ બની શકે છે. આ બિમારીથી બચવા માટે બને ત્યાં સુધી સ્વસ્થતા અને ચિકનપૉક્સના દર્દીથી અંતર જાળવવું ખુબ જરૂરી છે

Continue Reading

અરવલ્લી

BAPS દ્વારા આંતરરાષ્ટ્રીય ધુમ્રપાન નિષેધ દિવસ નિમિત્તે મોડાસામાં જનજાગૃતિ રેલી, હજારો લોકો ધુમ્રપાન છોડવા શપથ લેવડાવ્યા

Published

on

BAPS conducts public awareness rally in Modasa on International No Smoking Day, thousands take oath to quit smoking

આંતર રાષ્ટ્રીય ધુમ્રપાન નિષેધ દિન નિમિતે BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા વ્યસન મુક્તિ અભિયાન ના ભાગ રૂપે દેશના 17 રાજ્યોના સેંકડો શહેરોમા વ્યસનમુક્તિ રેલી કાઢવામાં આવી હતી.અરવલ્લી જિલ્લાના મોડાસા માં પણ ભવ્ય રેલી નીકળી હતી. પૂજ્ય નિર્મલ ચરણ સ્વામીએ ઠાકોરજીનું પૂજન આરતી કરી હતી આ પ્રસંગે મામલતદાર અરુણ ગઢવી, અગ્રણી કનુભાઈ રાવજી ભાઈ પટેલ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કૌશલ પટેલ, ઇન્ડિયન મેડિકલ અસોસિએશન મોડાસા ના હોદ્દેદારો ડો. દિવ્યાંગ પટેલ, ડો. કૃપેશ પટેલ સંસ્થાના અન્ય સંતો વડીલ હરિભક્તો ડો. જીતુભાઇ પટેલ, ડો. હેમંત ભાઈ પટેલ વિગેરે રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. રેલીમાં વ્યસન મુક્તિ માટે વિવિદ પોસ્ટરો સૂત્રો ગીતો દ્વારા સમગ્ર શહેરમાં પ્રેરણા પુરી પાડી હતી. આ પૂર્વે 14 દિવસમાં સંસ્થાના બાળકો દ્વારા 12,500 થી વધુ વ્યક્તિઓ નો સંપર્ક કરી અને વ્યસન છોડવા ના નિયમ લેવડયા હતા.

BAPS conducts public awareness rally in Modasa on International No Smoking Day, thousands take oath to quit smoking

પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ આંગણજ અમદાવાદ મુકામે 15 ડિસેમ્બર 2022 થી 13 જાન્યુઆરી 2023 દરમિયાન ધામધૂમ પૂર્વક 750 એકર જમીનમાં ઉજવાશે ,જેની તડામાર તૈયારીઓ વડીલ સંતોના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે. આ ઉત્સવમાં લાખો દર્શનાર્થીઓ આવશે, જે માટે દેશ વિદેશના 28,000 જેટલા સ્વયં સેવકો 30 દિવસ થી 8 માસ સુધી નિસ્વાર્થ સેવા આપશે.BAPS SWAMINARAYAN સંસ્થા ના પ્રમુખ સ્વામી મહારાજ, વર્તમાન ગુરુ પૂજ્ય મહંતસ્વામી મહારાજ ના માર્ગદર્શન હેઠળ ભૂતકાળ મા પણ લાખો વ્યક્તિઓને વ્યસન મુક્ત થયા હતા અને આદર્શ નિર્વ્યસની જીવન જીવતા થયા હતા અને જીવનમાં દરેક ખુબ પ્રગતિ કરી રહ્યા છે અને હજારોને વ્યસન છોડવા પ્રેરણા આપી રહ્યા છે

Continue Reading
Uncategorized11 hours ago

રોડ અકસ્માતમાં માંડ – માંડ બચ્યા અખિલેશ યાદવ હરદોઈમાં કાફલાના 6 વાહનો અથડાયા

Uncategorized11 hours ago

પાટણ જિલ્લામાં જૂની અદાવત રાખી યુવકે કર્યું ફાયરિંગ, એક ગંભીર રૂપે ઘાયલ

Uncategorized11 hours ago

ભારતમાં G20 સમિટ દરમિયાન શું ખાસ હશે, વિદેશ મંત્રી જયશંકરે યોજના વિશે જણાવ્યું

Uncategorized11 hours ago

જમ્મુ-કાશ્મીરમાં CBIની મોટી કાર્યવાહી, 36 જગ્યાએ દરોડા

Uncategorized11 hours ago

હવામાન વિભાગની આગાહી : આગામી 5 દિવસમાં કાતિલ ઠંડીની અસર થઇ શકે છે ઓછી

Uncategorized11 hours ago

આશિકી 3માં કાર્તિક સાથે રોમાન્સ કરવા તૈયાર સારા અલી ખાન, પંકજ ત્રિપાઠી પણ મળશે જોવા?

Uncategorized12 hours ago

આવી એવી કાર કે જેને ચલાવવા માટે પેટ્રોલ ડીઝલ કે વીજળીની નથી જરૂર, જાણો શું છે ખાસિયત

Uncategorized12 hours ago

આર અશ્વિન પ્રથમ ટેસ્ટમાં રચી શકે છે ઈતિહાસ, તોડશે આ ભારતીય દિગ્ગજ ખેલાડીનો મોટો રેકોર્ડ

ગુજરાત4 weeks ago

Samsungનો નવો બજેટ સ્માર્ટફોન Samsung Galaxy F04 થયો લોન્ચ, ફીચર્સના મામલમાં છે જબરદસ્ત

ગુજરાત4 weeks ago

Samsungનો નવો બજેટ સ્માર્ટફોન Samsung Galaxy F04 થયો લોન્ચ, ફીચર્સના મામલમાં છે સૌથી આગળ

Uncategorized4 weeks ago

સમય થી પહેલા રિલીઝ થઇ ‘ તાજા ખબર ‘, ભુવન બામે કયું – અસુવિધા કે લિયે ખેદ હે, પર શું કરું?

Uncategorized4 weeks ago

અક્ષરે આ મામલે જાડેજા-કાર્તિક અને ધોનીને પાછળ છોડી સાતમા નંબરે બેટિંગ કરીને બનાવ્યો રેકોર્ડ

Uncategorized4 weeks ago

શું તમે ખાધા છે અડદની દાળના ગોલગપ્પા? 1984થી એક સરખો છે સ્વાદ, જાણો જગ્યા અને ખાસિયત

Uncategorized4 weeks ago

શું તમને પણ વારંવાર પેટ ફૂલવાની સમસ્યા થાય છે? જો હા… તો ચોક્કસથી આ ટિપ્સ અજમાવો

Uncategorized4 weeks ago

સુરતમાં 3 હીરાની ઑફિસમાં લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો, આરોપી ઝડપાયો કેશોદથી

Uncategorized4 weeks ago

પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ સીએમ હેમંત બિસ્વા સરમાની ડાયરીનું કર્યું વિમોચન

Trending