ધાંગધ્રા ડબલ મર્ડર કેસનો ફરાર આરોપી મામલો

admin
1 Min Read

તાજેતરમાં થોડા દિવસો પહેલાં મોરબી ખાતે મુસ્તાક મીરની હત્યા અને તેના ભાઈ આરીફ મીર પર હુમલાનો બનાવ બન્યો હતો જેમાં સંડોવાયેલ મુખ્ય આરોપી છનાળાના રહે.હિતેન્દ્રસિંહ ઝાલા (હિતુભા) ધ્રાંગધ્રા હાઈવે પર હોટલ પાસેથી પોલીસ જાપ્તાંમાંથી ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ખીટલા ગામે અંદાજે અંદાજે ૯ મહિના પહેલા ફાયરીંગમાં થયેલ હત્યાનો આરોપી લીંબડી સરકારી હોસ્પીટલ ખાતેથી પોલીસ ઝાપતામાંથી નાસી છુટતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. જ્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચી આરોપીને ઝડપી પાડવા તપાસનાં ચક્રો ગતિમાન કર્યા હતાં અને હાઈવે સહિત સમગ્ર જિલ્લામાં નાકાબંધી પણ કરી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીઓને મદદ કરવાના આરોપસર નરોડાના PSIની ધરપકડ કરી છે. PSI હર્ષપાલસિંહ જેનાવત અને 3 કોન્સ્ટેબલની ધરપકડ કરાઇ છે. આરોપી ફરાર થતા ધ્રાંગધ્રા પોલીસ મથકે ગુનો નોંધાયો છે. પોલીસે હાથકડી ન પહેરાવી હોવાથી આરોપી ભાગ્યાનો ખુલાસો સામે આવ્યો છે. પોલીસે આરોપી પાસે સેવા લીધી હોવાનો પણ આરોપ છે.. જે કારમાં આરોપી ભાગ્યો તે ફોર્ચ્યુનર કાર પોલીસે કબજે કરી છે. સુરેન્દ્ગનગર પોલીસે કાર ચાલક રોહિતની ધરપકડ કરી છે. પોલીસને નાસ્તો કરવામાં વ્યસ્ત રાખી આરોપી ફરાર થયો છે. સમગ્ર ઘટનામાં પોલીસની બેદરકારીને કારણે આરોપી ફરાર થયો છે. રાજ્યમાં એલર્ટ છતાં હજુ સુધી આરોપી પોલીસ પકડથી દુર છે.

Share This Article