પાટડીના સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની તાળાબંધી

admin
1 Min Read

બજાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બહાર જ પારાવાર ગંદકી અને સ્ટાફ ક્વાર્ટર્સમાં જ ખદબદતી ગંદકીની સાથે બજાણામાં રોગચાળો બેકાબુ બન્યો છે. ત્યારે બજાણા મેડીકલ ઓફિસર સહિત સ્ટાફની સતત ગેરહાજરીના કારણે રોષે ભરાયેલા ગ્રામજનોએ હલ્લાબોલ મચાવી બજાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બહાર જ ખંભાતી તાળા લગાવી દેતા તંત્રમાં દોડધામ મચી છે. બજાણામાં જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોવા છતાં એમાં ડોક્ટર અને નર્સ સહિતના સ્ટાફની અનિયમિત હાજરીથી રોષે ભરાયેલા દર્દીઓ સહિતના ગ્રામજનોએ બજાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધસી જઇ હલ્લાબોલ મચાવ્યો હતો. વધુમાં બજાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સવારે 8.30 કલાકે ખુલવાનો સમય હોવા છતાં 10 વાગ્યા સુધી ડોક્ટર, નર્સ સહિતનો સ્ટાફ ન આવતા રોષે ભરાયેલા ગ્રામજનોએ ટોળા સાથે બજાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને તાળાબંધી કરવાની સાથે દેકારો મચાવ્યો હતો. ત્યારબાદ 10 વાગ્યા પછી આવેલા ડોક્ટરને ઉગ્ર રજૂઆત કરતા ગ્રામજનોએ આક્રોશ સાથે જણાવ્યું કે, અહીં બીપી કે ડાયાબિટીસ જેવા દર્દીઓની તપાસ કરવાના બદલે એમને તરત જ પાટડી સરકારી દવાખાને રીફર કરવામાં આવે છે. તંત્ર દ્વારા હવેથી આવી ફરીયાદ નહીં આવે એવી હૈયાધારણા અપાતા મામલો થાળે પડ્યો હતો.

Share This Article