સાબરકાંઠા-હિંમતનગર બાયપાસ આરટીઓ પાસે અકસ્માત સર્જાયો

Subham Bhatt
1 Min Read

રાજયમાં અકસ્માતનું પ્રમાણ વધ્યું છે. રોજે કોઈને કોઈ જગ્યાએ અકસ્માત સર્જાઈ રહ્યા છે. ખાસ કરીને ગફલત ભર્યા
ડ્રાઈવિંગ અને ઓવરસ્પીડને કારણે અકસ્માત સર્જાય છે. જેમાં ઘણી વખત લોકોના જીવ પણ જતાં હોય છે. સાબરકાંઠા
જિલ્લાની જો વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લામાં પણ અવાર નવાર અકસમાતના બનાવો બની રહ્યા છે. ત્યારે
વધુ એક વખત અકસ્માતની ઘટના સામે આવી છે.

Accident near Sabarkantha-Himmatnagar bypass RTO

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર બાયપાસ આરટીઓ પાસે
અકસ્માત સર્જાયો હતો. બે ટ્રક સામ સામે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે
આસપાસના લોકો ઇજાગ્રસ્ત ની મદદ દોડી આવ્યા હતા. બંને ટ્રક વચ્ચે અકસ્માત થતાં ડ્રાઇવરને
સામાન્ય ઇજા પહોચી હતી. બે ટ્રક વચ્ચે બીજા વ્યક્તિ ફસાતા સ્થાનિક લોકો દ્વારા બહાર કાઢી 108 દ્બારા
હોસ્પિટલ ખસેડાયો હતો. અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતને પગલે પોલીસ
ઘટનાસ્થળે પહોંચી હતી.

Share This Article