હિંમતનગર-ઇડર હાઇવે ઉપર એક પરિવારને લઇને જતી ઓટો રિક્ષા પલ્ટી મારી જતાં 6 વ્યકિતઓને ઇજા થતાં 108 દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જેમાંથી 2 ની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળેલ છે.હિંમતનગરના મેમણ પરિવારના લોકો રિક્ષામાં રવિવારે બપોરના સમયે ઇડર તરફ જઇ રહ્યા હતા. ત્યારે પંચમુખી મંદિર પાસે રિક્ષા પલટી જતાં નીચે દબાયેલા ઘાયલોને લોકોએ બહાર કાઢયા હતા. રીક્ષામાં સવાર નસીમ.અ.કરીમ મેમણ, મોહરમ મોઇન હસીમભાઇ મેમણ,સાબુદીન.અ.કરીમ મેમણ, તાહીર હાજીદાઉદભાઇ મેમણ, સીમાબેન હબીબભાઇ મેમણ,જજબાત મેમણને ઇજાઓ પહોંચતાં સારવાર માટે ખસેડ્યા હતા.ઉલેખનીય છે કે ઇડર હાઇવે ઉપર એક પરિવારને લઇને જતી ઓટો રિક્ષા પલ્ટી મારી જતાં 6 વ્યકિતઓને ઇજા થતાં 108 દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જેમાંથી 2 ની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળેલ છે
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -