પાટણ-ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા

Subham Bhatt
1 Min Read

પાટણનાં ગુર્જરવાડાનાં રહેતા ગિરીશભાઇ પટેલ પાસેથી પાટણમાં રહેતા સતિશ નાઇએ 2013નાં અરસમાં ગાડી ખરીદવા માટેરૂ. 4 લાખ 80 હજારની માંગણી કરતાં ગિરીશભાઇએ તેમનાં ખેતરની જમીન વેચાણમાંથી મળેલા રૂ. 4 લાખ 80 હજારનીરકમ ઉછીની સતીશને આપી હતી. ગિરીશભાઇનું 2015માં નિધન થયું હતું. પરંતુ તેઓએ મૈયત થતાં પૂર્વે તેમની પત્ની ચેતનાબેનને જણાવેલું કે, સતિશ પાસેથી રૂ. 4.80 લાખ ઉઘરાણીનાં લેવાનાં છે.

Accused sentenced to one year in Patan-check return case

આથી ચેતનાબેન સતિશભાઇ પાસેથી પૈસાની ઉઘરાણી કરતાં તેમણે સરદાર બેંકનો તા. 31-5-2019નો ચેક આપ્યો હતો. જે ચેક ચેતનાબેને પોતાનાં ખાતામાં ભરતાંસતિશનાં ખાતામાં અપૂરતા બેલેન્સનાં કારણે પાછો ફર્યો હતો. આથી ચેતનાબેને તેમને નોટીસ આપી હતી. બાદમાં પાટણનીકોર્ટમાં નેગોસિયલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ મુજબ ફરીયાદ નોંધાવતાં કોર્ટમાં કેસ ચાલી જતાં કોર્ટે આરોપીને એક વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમની દોઢી રકમ એટલે કે, રૂ. 7.20 લાખનું વળતર 60 દિવસમાં ચૂકવવાનો હુકમ કર્યો હતો.

Share This Article