જુનાગઢમાં 13 વર્ષ બાદ પણ કેનાલનું કામ અધૂરું

admin
1 Min Read

માંગરોળ દરીયાઈ ખારાશને આગળ વધતી અટકાવવા માંગરોળ પંથકની નોળી-નેત્રાવતી નદીને જોડતી સ્પ્રેન્ડિંગ કેનાલનું કામ ૧૩ વર્ષ બાદ પણ પૂર્ણ થયું નથી. નવાઈની વાત તો એ છે કે વર્કઓર્ડર અપાયા બાદ એજન્સીની બેદરકારીથી ફક્ત ૭૦ મીટરના બાકી કામમાં બે વર્ષથી વધુ સમય વિતી ચુક્યો છે. તાલુકાના અનેક ગામોની ખેતીની જમીનને સીધો ફાયદો થાય અને આ કેનાલનું તાકીદે કામ પૂર્ણ થાય તેવી પ્રબળ લોકમાંગ ઉઠી છે. આપને જણાવી દઈએ કે, સમુદ્રના ખારા પાણીને ખેતીની જમીનમાં પ્રસરતા અટકાવવા તેમજ ભૂગર્ભ પાણીના તળ ઊંચા લાવવા માધવપુરથી ચોરવાડ સુધીના દરીયાકાંઠે કેનાલ ખોદવામાં આવી છે.  જે પૈકી માંગરોળ નજીકના શીલથી શારદાગ્રામ બંધારા સુધીની ૧૯ કિ.મિની કેનાલ ર૦૦૬માં મંજૂર થઈ હતી.  ૮ કરોડથી વધુના ખર્ચે બનેલી આ કેનાલનો અમુક ભાગ વિવાદને લીધે કોર્ટમેટર થતા કેટલાક ભાગનું કામ બાકી રહી ગયું હતું.  પરંતુ તેનું નિરાકરણ આવ્યા બાદ ટેન્ડર બહાર પાડી ૨૦૧૭માં ઢેલાણાની એક એજન્સીને વર્કઓર્ડર અપાયો હતો.

Share This Article