ગુજરાતમાં ભલે દારુબંધી હોય તેમ છતાં દારુ પકડાવાના અને દારુ પીધેલા લોકોની ધરપકડના કિસ્સા અવાર-નવાર બનતા રહે છે. જોકે, પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવતા દારુના જથ્થાનો અવાર નવાર નાશ કરવામાં આવતો હોય છે. ત્યારે સાબરકાંઠાની તલોદ પોલીસ દ્વારા લાખોની કિંમતનો દારુનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. આશરે 18 હજાર જેટલી દારુની બોટલો પર બુલ્ડોઝર ફેરવી દેવામાં આવ્યુ હતું. પોલીસ દ્વારા તલોદની બીલેશ્વર આઈટીઆઈ પાછળ આવેલ સરકારી જમીનમાં આ દારુનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આશરે લાખોની કિંમતનો દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો અને આ કાર્યવાહી દરમિયાન પોલીસનો ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. આ કાર્યવાહી દરમિયાન ડીવાયએસપી, પ્રાંત અધિકારી, મામલતદાર કચેરીનો સ્ટાફ, તલોદ પોલીસ વિભાગના કર્મચારી અને નશાબંધીના અધિકારીઓ હાજર રહ્યા હતા. દારુની બોટલો પર રોલર ફરી વળતા દારુની વાસથી સમગ્ર વિસ્તાર ગંધાયો હતો.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
