સાબરકાંઠાના હિમ્મતનગરના કેટલાક વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી નવીન બનાવેલ ડામર રોડ બન્યા બાદથી તુટી ગયેલ છે. હલકી ગુણવત્તાના બનાવેલ રસ્તા અંગે વારંવાર રજૂઆતો પણ થવા પામી છે. તેમ છતાં સરકારી તંત્રની જાણે કોન્ટ્રાકટર સાથે મીલી ભગત હોય તેમ સબસલામતના દાવા કરી રહી છે. નગરમાં ઠેરઠેર રસ્તાઓ ઉપર ખાડાઓ પડી ગયા છે. ત્યારે હિમ્મતનગરની દેવધન સોસાયટીમાં નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ રસ્તા પર મોટો ભુવો પડતા પાલિકાની ગાડી જ ભુવામાં ફસાઈ ગઈ હતી. જેના પગલે સોસાયટીના રહીશો પાલિકાની કામગીરી સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. સોસાયટીના રહીશોનું માનવુ છે કે, રસ્તાની કામગીરીમાં પાલિકા દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. જેના કારણે દર વર્ષે ચોમાસામાં રસ્તાઓની હાલત ખખડધજ થઈ જતી હોય છે. હલકી ગુણવત્તાના બનાવેલ રસ્તા અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરતુ હોવાનું પણ સ્થાનિકોનું કહેવુ છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -