જુનાગઢ-ગિરનાર રોપવેના ટિકિટ દર ઘટાડવા કલેક્ટરને આવેદન

admin
2 Min Read

જૂનાગઢ શહેર કોંગ્રેસ અને સી.પી.એમ સંયુક્ત વિરોધ પક્ષ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો કે જુનાગઢ ગિરનારના રોપ-વે કંપની દ્વારા પ્રવાસીઓ પાસેથી ટિકિટના દર રૂપિયા ૭૦૦ તેમજ જૂનાગઢ શહેર માટે રૂપિયા ૬૦૦ લેવામાં આવે છે આ ભાવ વધારા સામે જૂનાગઢના સામાજિક અને રાજકીય આગેવાનો દ્વારા અવારનવાર ટિકિટના દર ઘટાડવા બાબતે રજૂઆત કરવામાં આવેલ છે. હાલમાં ગીરનાર રોપ-વે ને એક વર્ષ પૂર્ણ થયેલ છે. ત્યારે રોપ-વે કંપની દ્વારા બેફામ ભાવ વધારા થી જનતાના એક વર્ષની ટિકિટની આવક રૂપિયા 36 કરોડ થયેલ છે. રોપ-વેના ૬૫૦૦૦ પ્રવાસીઓ એ જ રોપ-વે ની સફર કરી આવક પ્રાપ્ત થયેલ છે. આ ટિકિટના દર વધારે હોવાના કારણે ગરીબ અને સામાન્ય જનતા રોપ-વે માં મુસાફરી કરી શકતી નથી.

અને રોપ-વે બની ગયેલ હોવા છતાં આમ જનતાને કોઈ ફાયદો થયેલ નથી. સરકાર પાસે માંગણી કરવામાં આવી હતી કે આ રોપ- વે ના ટિકિટના દર તાત્કાલિક ઘટાડવામાં આવે. સરકાર પાસે થી માંગણી છે કે આ મુજબના ટિકિટના ભાવ રાખવામાં આવે જેથી કરીને તમામ લોકો માં અંબાજી અને ગિરનાર ના દર્શને જઈ શકે અને સૌ લોકો તેનો લાભ લઈ શકે. એ માટે તાત્કાલિક પણે આ ટિકિટના દર ની માંગણી મૂકવામાં આવી હતી. જે તાત્કાલિક પણે અમલ માં લેવાઈ તેવી માંગણી કોંગ્રેસ અને સી.પી.એમ દ્વારા કરવામાં આવી હતી. તમામ પ્રવાસીઓ માટે ૧૫૦ રૂ, બાળકો માટે ૫૦ રૂપિયા, વૃદ્ધો માટે ૫૦ રૂપિયા દિવ્યાંગ માટે ૫૦ રૂપિયા, આ મુજબ નો રોપ-વે ટિકિટ ના દર નક્કી કરવામાં આવે તેવી કોંગ્રેસ અને સી.પી.એમ ની મુખ્ય માંગણી છે. જો આ માંગણી સંતોષવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ના છૂટકે કોંગ્રેસ અને સી.પી.એમ ને રોપ-વે ના ભાવ ઘટાડવા બાબતે આંદોલન કરવું પડશે.

Share This Article