અરવલ્લી : ભીલીડામાં મહાત્મા ગાંધીની ૧૫૦મી જયંતિની ઉજવણી

admin
1 Min Read

વિશ્વ વંદનીય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦મી જયંતિની ગુજરાતભરમાં વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે રેલી, સર્વ ધર્મ પ્રાર્થના સભા, સફાઇ અભિયાન સહિતના કાર્યક્રમો યોજવામાં આવે છે ત્યારે ભિલોડામાં મહાશ્રમદાન અને ફિટ ઇન્ડિયા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. ગાંધી જયંતિ નિમિત્તે જિલ્લા કક્ષાનો ફિટ ઇન્ડિયા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા કલેકટર ડીડીઓ અને ડીએસપીની આગેવાનીમાં રેલી યોજાઈ હતી. એન આર એ વિદ્યાલયમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક અને સ્વચ્છતાના શપથ લીધા હતા. જિલ્લાના તમામ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પ્લાસ્ટીકના ઉપયોગ અંગે જણાવ્યું હતું કે, આપણા ઘરમાં રહેલી પ્લાસ્ટિકની તમામ વસ્તુઓ આપણા શરીરમાં ઝેર પ્રસરાવીને આરોગ્યને નુકશાન પહોચાડે છે એવું કોઇ કહે તો માનશો?!….નહીં….પણ આ એક સત્ય હકીકત છે. પ્લાસ્ટિકની નિર્જીવ ખુરશી, ફોમવાળી ગાદી, ટેલિવિઝન, કમ્પ્યુટર સીસ્ટમ, મ્યુઝીક સીસ્ટમ અને આપણી આસપાસ રહેલી દરેક પ્લાસ્ટિકની ચીજ-વસ્તુઓ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પ્લાસ્ટિકની બનાવટમાંથી બનેલી તમામ વસ્તુઓમાંથી પ્રસરતું ઝેર અતિ સૂક્ષ્મ માત્રામાં હોય છે જે પૃથ્વી ઉપર મહાલતા જીવને મારી નાખતું નથી પણ થાઇરોઇડ ગ્રંથી ઉપર ગંભીર અસર કરી પુખ્ત ઉમરના માનવની યાદશકિત અને નાના બાળકોના માનસીક વિકાસ ઉપર વિપરીત અસર કરે છે. જેથી પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવો જોઈએ

Share This Article