અંબાજીમાં દર વર્ષે લાખો યાત્રાળુઓ આવતા હોય છે ત્યારે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દરેક પધારેલા યાત્રાળુઓની સુંદર સગવડ અને વ્યવસ્થા મળી રહે તેના માટે ઉત્તમ કામગીરી કરવામાં આવે છે તે હાલ ઋતુ મા ફેરફાર થતાં અંબાજી મંદિરનો પણ સમયમાં ફેરફાર કરવામાં આવ્યો શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા શક્તિપીઠ અંબાજી મંદિર નો સમય સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી અંબાજી માતા મંદિર અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર અષાઢ સુદ -૨ ( બીજ ) સોમવારને તા .૧૨ / ૭ / ૨૦૨૧ થી આરતી તથા દર્શનના સમયમાં આરતી સવારે. – ૭:૩૦ થી ૮:૦૦,દર્શન સવારે. – ૮:૦૦ થી ૧૧:૩૦,મંદિર મંગળ – ૧૧:૩૦ થી ૧૨:૦૦, રાજભોગ બપોરે – ૧૨:૦૦ થી ૧૨:૩૦,દર્શન બપોરે. – ૧૨:૩૦ થી ૧૬:૩૦, મંદિર મંગળ. – ૧૬:૩૦ થી ૧૯:૦૦,આરતી સાંજે. ૧૯:૦૦ થી ૧૯:૩૦, દર્શન સાંજે – ૧૯:૩૦ થી ૨૧:૦૦
