ચુડા તાલુકામાં ખેફૂતો દ્વારા ચક્કાજામ

admin
2 Min Read

ચુડા તાલુકાના ખેડૂતોની પાક વીમાની અરજી સ્વીકારવામાં ન આવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો.  રોષે ભરાયેલ ખેડૂતોએ ચુડા મામલતદાર કચેરી સહીત હાઇવે પર ચક્કાજામ કર્યો હતો. કમોસમી વરસાદને પગલે થયેલ નુકશાન અંગે પાક વિમાની અરજી સ્વીકારવામાં ન આવતા ખેડૂતોને હાલાકી પડી રહી છે. આપને સૌ જાણીએ છીએ કે, સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં ક્યાર અને ત્યારબાદ હાલ મહા વાવાઝોડાની અસરના ભાગરૂપે કમૌસમી વરસાદ પડયો છે ત્યારે આ વરસાદથી જિલ્લા ભરનાં ખેડુતોને મોટાપાયે નુકશાની પહોંચી છે જે અંગે સરકારની પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના અંતર્ગત ખેડુતોએ પાકવિમો લીધો હોવા છતાં નુકશાનીનું વળતર મેળવવા માત્ર બે થી ત્રણ દિવસની જ મુદ્દત આપવામાં આવી છે ત્યારે અનેક ખેડુતોને આ સહાય મેળવવા માટે હાલાકી પડી રહી છે અને સરકાર દ્વારા જાહેર કરેલ ટોલ ફ્રી નંબર પણ બંધ આવતાં અથવા ન લાગતાં સહાયથી વંચિત રહેવાનો વારો આવ્યો છે. આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ તાજેરમાં જિલ્લામાં પડેલ કમૌસમી વરસાદ બાદ સરકાર અને તંત્રએ નુકશાની અંગે કામગીરી હાથધરી હતી. જેમાં વિમાકંપનીએ નુકશાની અંગે પાકવિમાની અરજી કરવા માટે અલગ-અલગ ટોલ ફ્રી નંબરો જાહેર કર્યા હતાં.તે મુજબ બે થી ત્રણ દિવસમાં અરજી કરવાની સુચનાઓ આપવામાં આવી હતી. પરંતુ જાહેર કરેલ ટોલ ફ્રી નંબરમાં ફોન લાગતો ન હોવાની અથવા તરત જ કટ થઈ જતો હોવાની ખેડુતોમાં વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી.

Share This Article