Connect with us

છોટાઉદેપુર

છોટાઉદેપુર બોડેલીના સીમળીયાનો, બનાવ જુગાર રમતા પાંચ શકુનીઓ ઝડપાયા

Published

on

છોટાઉદેપુરનાં બોડેલીમાં આવેલા સોમ્દીયા ગામમાં જુગાર રમતા પાંચ શકુની ઝડપાયા છે. મળતી માહિતી મુજબ પોલીસને બાતમી મળી હતી કે, બોડેલીના સોમ્દીયા ગામે કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે, જેના આધારે પોલીસે દરોડા પાડી જુગાર રમી રહેલ પાંચ લોકોને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી કુલ 9,990 રુપિયાના રોકડ સાથે જ એક મોટરસાઈકલ તથા મોબાઈલ મળી કુલ 36 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે..ઝડપાયેલાઓમાં સુભાષભાઈ જગુંભાઈ રાઠવા, વિપુલભાઈ વિઠ્ઠલભાઈ રાઠવા, કલ્પેશભાઈ સોમાભાઈ રાઠવા,  પ્રકાશભાઈ નટુભાઈ રાઠવા અને શૈલેશભાઈ ચતુરભાઈ બારીયાનો સમાવેશ થાય છે. શ્રાવણ માસની શરૂઆત થતાની સાથે જુગારીઓ જુગાર રમવામાં વ્યસ્ત બની જતાં હોય છે.ખાસ કરીને સાતમ-આઠમ દરમિયાન મોટી સંખ્યામાં લોકો જુગાર રમતા ઝડપાતા હોય છે. જોકે, જુગારીઓને ઝડપી લેવા માટે પોલીસે પણ કમર કસી છે.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

છોટાઉદેપુર

છોટાઉદેપુર : બોડેલી નજીક આવેલ એક મકાનમાં લાખોની ચોરી, તસ્કરો ચોરી કરી ફરાર

Published

on

બોડેલી નજીક આવેલ નર્મદા મુખ્ય કેનાલ પાસે વ્રજભૂમિ સોસાયટીની સામે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના દાગીના, ટીવી સહિત રોકડ મળી કુલ ૧,૮૫,૦૦૦ મત્તાની ચોરી કરી રફુચક્કર થતા નગરમાં ભારે ચકચાર મચી જવા પામી છે

મળતી માહિતી મુજબ બોડેલી – ડભોઇ રોડ પર આવેલ આઈ.ડી.બી.આઈ બેંકની બાજુમાં રહેતા ચિન્ટુભાઈ ગીરધાલીલાલ વર્મા પોતાના મકાન નીચે જય અંબે ઓટો ગેરેજ ચાલવી પોતાનું ગુજરાન ચલાવે છે ત્યારે તેઓનું નવું મકાન બોડેલી નજીક આવેલ નર્મદા મુખ્ય કેનાલ પાસે બનાવેલ હોય તેઓની માતા ત્યાં રહેતા હતા અને તેઓની માતા ગત જુલાઈ મહિનામાં પડી જતા તેઓની ઈજા થતાં હાથ ફેક્ચર થયો હતો ત્યારે પુત્ર ચિન્ટુ તેઓના જુના ઘરે રહેવા લઈ આવેલ અને ત્યાર બાદ નવું મકાન બંધ રહેતું હતું ત્યારે ગત ૧૫-૮-૨૨ ના રોજ પરિવારજનો તપાસ કરવા જતાં દરવાજો લોક હોઈ અંદર ખોલીને પ્રવેશ કરતા કિચનના ભાગે લોખડની જળીના સળિયા તૂટેલી હાલતમાં હતી અને ત્યાર બાદ રૂમમાં મુકેલ લાકડાનો પેટી પલંગ અને તિજોરી ખુલા હતા અને સામાન વેરવિખેર હતો, તસ્કરોએ ટીવી જેની કી રૂ ૮૦૦૦ તેમજ ચાંદીની ઝાંઝર જેની કી રૂ ૧૦,૦૦૦ તેમજ ચાંદીના કડા જેની કી રૂ ૧0000 તેમજ ચાંદી કંદોરો જેની કી રૂ ૧૨,૦૦૦ તેમજ બે સોનાની અંગૂઠી જેની કિંમત રૂ 30 હજાર  તેમજ એક સોનાની ચેન જેની કિંમત રૂ 1 લાખ તેમજ અંજાદિત 15000 રોકડા મળી કુલ 1,85,000 ની મતાની ચોરી તસ્કરો રફુ ચક્કર થયા હતા જ્યારે બનાવને લઈ બોડેલી પી.એસ.આઇ એ.એસ સરવૈયા તેમજ સ્ટાફ ના પોલીસ કર્મીઓ ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી જ્યારે ચિન્ટુભાઈની ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે બનાવને લઈ નગરમાં ચકચાર મચી જવા પામી છે

Continue Reading

છોટાઉદેપુર

મેહુલ બોઘરાના સમર્થનમાં બોડેલી બાર એસોસિએશને આવેદન આપ્યું

Published

on

સુરત ખાતે વકીલ મેહુલ બોધરા પર ટીઆરપી સુપરવાઇઝર જીવલેણ હુમલો કર્યો હતો ત્યારે બોડેલી બાર એસોસિએશનએ આ ઘટનાને વખોડી નાખી તાલુકા સેવાસદન પાસે ભારે સુત્રોચાર કર્યા હતા અને બોડેલી ડેપ્યુટી કલેકટર મારફતે મહા મહિમ રાજ્યપાલ મહોદયને આવેદનપત્ર પાઠવ્યું છે

આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સુરત બાર એસોસિએશનના વકીલ મેહુલ બોધરા ઉપર સુરત સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જાહેર રોડ ઉપર પોલીસની હાજરીમાં ટીઆરપીના જવાનો દ્વારા વકીલને મારી નાખવાના ઈરાદા થી ઘાતક હુમલો કરી કાયદાના રક્ષકોએ પોતે કાયદો હાથમાં લઇ અમારા સુરતના વકીલને ગંભીરતા પહોંચાડે લ હોઈ જે બાબતને અમે બોડેલી બાર એસોસિએશન સખત શબ્દોમાં વખોડી નાખે છે આવા અસામાજિક તત્વોથી રક્ષણ મળે તે હેતુથી બોડેલી બાર એસોસિએશન આ રાજ્ય સરકારના પ્રતિનિધિને આવેદનપત્ર આપી માંગણી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે ગુજરાત એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવવો જોઈએ તે માટે ગુજરાત રાજ્ય સરકારને  આવેદન આપવાની જરૂર પડેલ છે બોડેલી બાર એસોસિએશન દ્વારા તા ૨૩/૦૮/૨૨  ના રોજ આ બાબતનો ઠરાવ કરી અને રાજ્ય સરકારને મોકલવા સર્વાનુમતે ઠરાવવામાં આવેલ છે આ બાબતે મહા મહિમ રાજ્યપાલને આવેદન બોડેલીના ડેપ્યુટી કલેક્ટર શ્રી મારફતે આવેદનપત્ર પણ આપે છે અને આ ઘટનાએ માત્ર વકીલ ઉપરનો હુમલો નથી પરંતુ લોકતંત્ર પર પણ હુમલો છે તેમજ સામાન્ય જનતા આ ઘટનાથી ખૂબ ભયભીત થઈ ગયેલ છે કારણ કે વકીલ જેવા જાગૃત નાગરિક ઉપર જીવલેણ હુમલો માત્ર ભ્રષ્ટાચાર અને હપ્તાખોરી વિરુદ્ધ પોતાનું ભારતના નાગરિક હોવાની ફરજ અને મહાત્મા ગાંધી અને બાબા આંબેડકર ઉપદેશોનું પાલન કરતાં તેઓએ આવી ઘટક પરિસ્થિતિનું ભોગ બનવું પડેલ છે જેથી બોડેલી બાર એસોસિયેશનની વિનંતી કે રાજ્યની કથડેલી કાયદો અને વ્યવસ્થા નો એક ઉદાહરણ છે શર્મા નાક ઘટનાને અમે બોડેલી બાર એસોસિએશન ના વકીલ મિત્રો ખૂબ ગંભીરતાથી લઈએ છીએ અને ફરીથી આવો બનાવ ન બને તે માટે રાજ્ય સરકાર અને રાજ્યનો કાયદો વિભાગ તથા પોલીસ મહાનિદર્શક તરફથી જરૂરી સૂચનાઓ આપી તેનો અમલ કરવા જરૂરી સુચના આપવા જે તે કંસેટ જિલ્લા પોલીસ વડા ઓએ પણ જાણ કરવા હાલનું આવેદન પત્ર આપી હાલની આ સુરત ની ઘટનાને ગંભીરતાથી બોડેલી બાર એસોસિએશનના તમામ વકીલો સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ

Continue Reading

છોટાઉદેપુર

છોટાઉદેપુર : બોડેલીના અલીખેરવા વિસ્તારમાં તંત્રએ ખાડા પુરવામાં વેઠ ઉતારી

Published

on

બોડેલીના અલીખેરવા વિસ્તારમાં રસ્તાઓ પર કીચડ તેમજ ખાડાના કારણે લોકોને હાલાકી પડી રહી હતી ત્યારે સમગ્ર અહેવાલ મડિયામાં પ્રસિદ્ધ થતા તંત્ર સફાળું જાગ્યું હતું પણ તંત્રે જાણે કામગીરીમાં વેઠ ઉતારી હોઈ તેમ વ્યવસ્થિત કામગીરી  ન કરતા અકસ્માત ઝોન બનાવી દીધું હોઈ તેમ લાગી રહ્યું છે

બોડેલી તાલુકામાં આવેલ અલીખેરવા વિસ્તારના ગોપાલ ટોકીઝથી રાજખેરવા સહિત દિવાળી બા પાર્ક સોસાયટી સહિત મણિનગરના રસ્તા પર ખાડા પડતા વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ત્યારે સોસાયટીના અનેક માર્ગ પર કાદવ – કીચડ નું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જેને લઈ સ્થાનિક સહિત વાહનચાલકોને ગંદકી ભર્યા રસ્તેથી પસાર થવાનો વારો આવ્યો છે આ ઉપરાંત લોકો સહિત ખેડૂતો પણ આ રસ્તાનો ઉપયોગ કરતા હોઇ છે ત્યારે ઘણીવાર વરસાદી પાણી ખાડામાં ભરાતા નજર ન પડતા  લોકોને જીવન જોખમે પસાર થવાનો વારો આવ્યો છે ત્યારે આ સમગ્ર બાબતને લઈ મડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થતા તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગ્યું હતું અને રસ્તાઓ પર ખાડા પુરવાની કામગીરી હાથ ધરી હતી પરંતુ તંત્રની કામગીરીથી રહીશો દુકાનદારો તેમજ વાહનચાલકો સંતુષ્ટ નથી તેમ લાગી  રહ્યું છે કારણકે તંત્રેએ કામગીરીમાં માત્ર ઇટો સહિત પથરા નાખી ખાડા પુરી સંતોશ માન્યો છે પણ તંત્રએ ખાડા એવા પૂર્યા જાણે કે બમ્બ બનાવી દીધો જેને લઈ વાહનચાલકો તેમજ લોકોને મુશ્કેલી વેઠવાનો આવ્યો છે અને જો રાત્રીના સમયે વાહન ચાલકને આ ઇટો અથવા પથ્થર ન દેખાય તો ચોક્કસ પણ અકસ્માત સર્જાશે તેમ લાગી રહ્યું છે તંત્ર દ્વારા વેઠ નહિ વ્યવસ્થિત કામગીરી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે

Continue Reading
Uncategorized8 mins ago

સુઇ ધાગા પછી મોટા પડદે પાછી ફરશે વરુણ અને અનુષ્કાની જોડી, ફિલ્મના ડિરેક્ટર બનશે એટલી?

સ્પોર્ટ્સ20 mins ago

જો PAK ટીમે વર્લ્ડ કપમાં રમવું હોય તો આપો ગેરંટી… ICCએ લીધું મોટું પગલું

Uncategorized20 mins ago

ICC ફાઈનલમાં 20 વર્ષ પછી થશે આવું પરાક્રમ, ભારત અને ઓસ્ટ્રેલિયા ઈતિહાસનું પુનરાવર્તન કરશે

સ્પોર્ટ્સ28 mins ago

WTC ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને બરબાદ કરશે ભારતના આ 2 ખેલાડીઓ! પોન્ટિંગ આપ્યા નામ

સ્પોર્ટ્સ32 mins ago

કોહલી-રોહિત કે જાડેજા નહીં, આ ખેલાડી બનશે WTC ફાઇનલમાં AUSનો કાળ

સ્પોર્ટ્સ35 mins ago

ધોની આગામી IPL સિઝન કેમ રમવા માંગે છે? આ સૌથી મોટું કારણ હોઈ શકે છે

સ્પોર્ટ્સ37 mins ago

આ ખેલાડીના આગમનથી ટીમ ઈન્ડિયાની તાકાત થઈ બમણી, ભારતને જીતાડશે ICC ટ્રોફી!

સ્પોર્ટ્સ39 mins ago

WTC ટ્રોફી જીતતાની સાથે જ રોહિત રચશે ઈતિહાસ, રેકોર્ડ બનાવનાર પ્રથમ કેપ્ટન બનશે

ગુજરાત4 weeks ago

સુદાનમાંથી જ્યારે મોટા દેશો પોતાના લોકોને નીકાળી શકતા ન હતા ત્યારે ભારતે આ કરી બતાવ્યું: PM મોદી

ગુજરાત4 weeks ago

જ્યારે મોટા દેશો ના કરી શક્યા ત્યારે ભારતે સુદાનમાંથી નાગરિકોને બચાવ્યા: PM

Uncategorized4 weeks ago

સરદારધામ પ્રેરિત એકસ્પો નૂતન ભારતનું નિર્માણ કરશે : વડાપ્રધાનનું સપનું થશે સાકાર

Uncategorized4 weeks ago

શું શાહરૂખ ખાનની ઈચ્છા પૂરી થશે? શા માટે હવે કોઈની સાથે લડવા નથી માંગતા SRK, ‘જવાન’ની રિલીઝ ડેટ અણધાર્યા

Uncategorized3 weeks ago

યુઝવેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ, બન્યો IPLનો નંબર 1 બોલર

Uncategorized3 weeks ago

સ્કેમરે નોકરીની ઓફર આપી અને પછી અચાનક ખાતામાંથી 96 લાખ રૂપિયા કપાઈ ગયા

Uncategorized3 weeks ago

ચૂકશો નહીં તક ! આ મહિને ટાટા મોટર્સની આ SUV કાર પર બમ્પર ડિસ્કાઉન્ટ

Uncategorized4 weeks ago

નેલ પેઈન્ટ લગાવતી વખતે ફોલો કરો 7 ટિપ્સ, મિનિટોમાં નેલ પોલીશ જશે સુકાઈ , નખ પણ લાગશે સુંદર

Trending