મહેસાણા-વિપુલ ચૌધરી દ્વારા સહકાર સંમેલન યોજાયું

Subham Bhatt
1 Min Read

દુધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી દ્વારા વધુ એક નવા સંગઠનની જાહેરાત કરવામાંઆવી છે. અર્બુદા સેના બાદ હવે દૂધ સાગર સૈનિક નામના નવા સંગઠનની જાહેરાત કરાઇ હતી.દૂધ સાગર સૈનિક નામના સંગઠનમાં તમામ સમાજના લોકો જોડાઇ શકશે. હાલમાં ત્રણ તાલુકામાંલોકોને આ સંગઠન સાથે જોડવાનું શરૂ કરાયું. ખેરાલુ, સતલાસણા અને વડનગર તાલુકામાં 5 હજાર300 લોકો દૂધસાગર સૈનિક સંગઠન સાથે જોડાયા હતા. સહકારી માળખામાં થઈ રહેલા અન્યાયસામે લડવા માટે આ સંગઠનની રચના કરવામાં આવી છે.

Cooperation convention was organized by Mehsana-Vipul Chaudhary

ત્યારે આજરોજ મહેસાણા દૂધ સાગરડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી દ્વારા સહકાર સંમેલન યોજવામાં આવ્યું હતું. માણસા તાલુકાનામાણેકપુર મુકામે આ સંમેલન યોજાયું હતું. પૂર્વ મંત્રી અને પૂર્વ દૂધસાગર ડેરીના આદ્યસ્થાપક સ્વ.મોતીભાઈ રણછોડભાઈ ચૌધરી ની પુણ્યતિથિ નિમિત્તે પૂર્વ સહકાર સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં જુદાજુદા વિસ્તારમાંથી સહકારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા અને સ્વ. મોતીભાઈ ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

Share This Article