Connect with us

વડોદરા

ડભોઇ : કચ્છી સમાજના પરિવારો દ્વારા યોજાયા ગરબા

Published

on

ડભોઇ નગરમાં વસતા કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ 300 ઉપરાંત પરીવારો દ્વારા વર્ષ 1980ની સાલથી માતાજીની આરાધના અને સંસ્કૃતી તેમજ ઘરની લાજ ગણાતી દીકરીઓ મહીલાઓ એકત્ર થઈ એક જ જગ્યાએ ગરબાની મઝા માણી શકે તે હેતુ સર 40 વર્ષથી શેરીગરબા શિનોર ચાર રસ્તા પાસે આવેલા ખુલ્લા મેદાન ખાતે યોજવામાં આવતા હોય છે. જ્યારે હાલ નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે શેરી ગરબાની આ ધરોહરને નવી પેઢી દ્વારા ઝાડવી રાખવા અને મા આધ્ય શક્તિની સર્વે પરીવારો એક સાથે આરાધના કરી શકે તે હેતુ સર શેરીગરબા મહોત્સવનું આયોજન કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ અને યુવક મંડળના ઉપક્રમે કરવામાં આવ્યું હતું. જ્યાં નવરાત્રીના નવ દિવસ માની ભકતી ભાવ પૂર્વક આરાધના પૂજા અર્ચના આરતી સાથે ગરબાની રમઝટ બોલાવતા નવા અને જૂની પેઢીના સમાજના લોકો આનંદ અને ઉત્સાહ પૂર્વક નવરાત્રી મહોત્સવ ઉજવી રહ્યા છે. ગરબામાં વિવિધ પ્રકારના ગરબા બે તાલી, ત્રણતાલી, સમાજના પ્રાચીન ગરબા સહિત નવી પેઢીના ડાંડીયા રાશ તેમજ વિવિધ ટીમલી સહિતના ગરબાની રમઝટ સમાજના લોકો ભારે ઉત્સાહ પૂર્વક રમઝટ બોલાવી નવ દિવસ માતાજીની આરાધનામાં લીન થઈ સમાજની શેરીગરબાની ધરોહરને ઝાળવી રાખી છે.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

વડોદરા

માત્ર 8 વર્ષની મૈત્રી જોશી છે મિનિ પંડિત! વડોદરાની આ બાળકી તેના ટેલેન્ટ વિષે શું કહે છે જાણો

Published

on

Only 8 years Maitri Joshi is a Mini Pandit! Know what this Vadodara girl has to say about her talent

જ્યારે રોજબરોજની પ્રવૃત્તિઓને યાદ રાખવું એ પુખ્ત વયના લોકો માટે એક મોટું કાર્ય છે, ત્યારે 8 વર્ષના મૈત્રી મિતેશ કુમાર જોશીને મળો, જેઓ ભગવદ ગીતા અને અષ્ટકના મંત્રો અને શ્લોકોનો પાઠ કરવામાં અસ્ખલિત છે.

વડોદરાની 2જી ધોરણની વિદ્યાર્થિની કહે છે કે તેણીએ તેના પિતા મિતેશ જોષી પાસેથી તમામ જ્ઞાન મેળવ્યું છે, જેઓ પૂજા, કર્મકાંડ, જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર જેવી કર્મકાંડ પ્રવૃત્તિઓમાં છે. તેણી શેર કરે છે કે તેણીએ તેણીને માત્ર ધાર્મિક જ્ઞાન જ નથી આપ્યું પરંતુ તેણીને હિંદુ ધર્મના તમામ તહેવારોનું મહત્વ પણ શીખવ્યું છે. મૈત્રી નાનપણથી જ શ્લોક, મંત્રો, ધાર્મિક વાર્તાઓ અને હિંદુ ધર્મનો ઈતિહાસ સાંભળતી આવી છે.

ઘણા બધા શ્લોકોને યાદ રાખવાની અને જપવાની તેણીની ક્ષમતાએ તેણીને આત્મવિશ્વાસ આપ્યો છે જેની સાથે તે જાણીતા લોકો સાથે અને હજારો લોકોની સામે પણ વાત કરે છે. અને તે આ બધાનો શ્રેય તેના પિતાને આપે છે, જે તેને પ્રેરિત કરે છે.

Only 8 years Maitri Joshi is a Mini Pandit! Know what this Vadodara girl has to say about her talent

મૈત્રી પોતાની જાતને ધન્ય ગણાવે છે કારણ કે તેની સફળતામાં ઘણા સંઘર્ષો નથી કારણ કે તેઓ કહે છે કે ‘સંઘર્ષ અને વેદના વિના કોઈ સફળતા મેળવી શકતું નથી’. તેણીનો દિવસ કેવો જાય છે તે વિશે વાત કરતાં, તેણી જણાવે છે કે તે વહેલા ઉઠે છે અને નિયમિતપણે અનુસરે છે. તે શાળાએ જાય છે, બાળકો સાથે રમે છે, પરંતુ ક્યારેય એક મિનિટ બગાડતી નથી.

તેણીની ઈશ્વરે આપેલી ક્ષમતાઓ વિશે વધુ વાત કરતાં, 8 વર્ષની મૈત્રી જણાવે છે કે તેણીએ ભગવદ ગીતા, રામાયણ, શ્રીમદ ભાગવત પુરાણ, વિષ્ણુ સહસ્ત્ર અને અન્ય સ્તોત્રોના શ્લોકો હૃદયથી શીખ્યા છે.

મેનેજર ધારાએ તેનો સંપર્ક કર્યા બાદ તે એક વર્ષ પહેલા જોશ એપમાં જોડાઈ હતી. તેણીએ વીડિયો પોસ્ટ કરવાનું શરૂ કર્યું અને તેને જબરદસ્ત લાઈક્સ અને પ્રશંસા મળી, જે તેણી કહે છે કે તેણી તેને પ્રેરણા આપે છે. મૈત્રી ગર્વથી ઉમેરે છે, “હવે એપ પર લાઇવ આવવું, નિયમિતપણે વિડિયો પોસ્ટ કરવાનું નિયમિત બની ગયું છે.”

Only 8 years Maitri Joshi is a Mini Pandit! Know what this Vadodara girl has to say about her talent

તેણીની ભાવિ યોજનાઓ વિશે વાત કરતા તેણીએ કહ્યું કે તે એક મહાન આધ્યાત્મિક વક્તા બનવા માંગે છે. “તેના ધર્મના વખાણ કરવા એ દરેક વ્યક્તિની ફરજ છે. આ ઉંમરે, હું દરેક પાસેથી શીખવા માંગુ છું. હું કલાકારોને કોઈ માર્ગદર્શન આપી શકતો નથી. અત્યારે મારે તમામ વિડિયો સર્જકો અને પ્રભાવકો પાસેથી શીખવું છે.” , મૈત્રી મિતેશ કુમાર જોષીએ સમાપન કર્યું.

Continue Reading

વડોદરા

ડભોઇ મહુડી ભાગોળ વસાઈવાલી જિન મા જુગાર રમતા 5 રંગે હાથે ઝડપાયા

Published

on

Dabhoi Mahudi Bhagol Vasaiwali Jin Ma Gambling

જિલ્લા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી દારૂ-જુગારની બદી વધી જવા પામી છે, ત્યારે વડોદરા જિલ્લા‌ પોલીસ વડા રોહન આનંદ ના માર્ગદર્શન નીચે ડભોઇ પોલીસ સ્ટેશનના નવ નિયુક્ત પી.આઇ એસ જે વાઘેલા એક્શન મોડમાં આવતાં મળેલી બાતમી આધારે પીઆઇની સૂચના મુજબ ડિસ્ટાફ ના પોલીસ જવાનોએ મહુડી ભાગોળ બહાર વસાઈ વાલા જીન પાસે પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતા અરબાઝ મહંમદહુસેન મન્સૂરી, સિકંદર અનવરહુસેન મણીયાર, મુસ્તાક યુસુફ મન્સૂરી, અબ્દુલ યુસુફ મન્સૂરી, અજિત શાંતિલાલ વસાવા તમામ ડભોઇ નાઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડતા જુગારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

Dabhoi Mahudi Bhagol Vasaiwali Jin Ma Gambling

જુગારીઓ ને છોડાવા પીઆઇ ઉપર ફોન રણીકી ઉઠીયા હતા.પરતુ પીઆઇ કોઈ ની પણ શહે શરમ રાખ્યા વિના કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. જુગાર રમતા ઝડપાયેલાકુલ ૫ શખ્સોની અંગ જડતી રુપિયા ૧૫૩૧૦ તેમજ દાવ ઉપર ૮૩૫૦ કુલ મુદામાલ મળી રૂપિયા ૨૩૬૬૦ ઝડપી પાડતા જુગારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.આગળની વધું કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Continue Reading

વડોદરા

ડભોઇ વસઈ ગમે વિવિધ સહકારી મંડળી ઓ દ્વારા ખેડૂત માર્ગ દર્શન શિબિર નું આયોજન કરવામાં આવ્યું

Published

on

Farmer Marg Darshan Shibir was organized by various co-operative societies like Dabhoi Vasai

ડભોઇ ના વસઈ ગામે વિવિધ ખેડૂત સહકારી મંડળીઓ ના ઉપક્રમે ભારત કૃષિકેરના સાહિયોગ થી ખેડૂત માર્ગદર્શન શિબિર નું આયોજન કરવામાં આવ્યું જેમાં કુદરતી ખેતી વિશે નિષ્ણાતો દ્વારા હાજે ખેડૂતો ને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.ડભોઇ વસઈ ગામે વિવિધ ખેડુત સહકારી મંડળીઓની આગેવાની મા ભારત કૃષિકેર ના સાહિયોગ થી ખેડૂત લક્ષી તાલીમ શિબિર અને ખાતર તેમજ કુદરતી ખેતી અંગે માર્ગદર્શન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું

Farmer Marg Darshan Shibir was organized by various co-operative societies like Dabhoi Vasai

આ પ્રસંગે ભારત કૃષિકેર ના નિષ્ણાત ટિમ દ્વારા ગામ ના ખેડૂતો ને ખેતી અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું જેમાં ઓર્ગેનિક ખેતી, થી જુદા જુદા પાક કઈ રીતે લઈ શકાય શરુ ઉત્પાદન અને ઓછા ખર્ચે સારી ખેતી કેવી રીતે કરવી તે અંગે નું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ પ્રસંગે ગામ ના મુકુંદભાઈ પટેલ, મહેશભાઈ પટેલ દાજી સહિત મોટી સંખ્યા મા ગામના ખેડૂતો હાજર રહ્યા હતા ખેતી ને લગતા કેટલાક પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા જેનું સરળ અમે સહજ રીતે ભારત કૃષિકેર ના અધિકારીઓ દ્વારા માર્ગ દર્શન આપવામાં આવ્યું હતું

Continue Reading
પંચમહાલ2 hours ago

પંચમહાલની 5 પૈકી ત્રણમાં ભાજપની જીત, બે બેઠક પર ભાજના ઉમેદવાર જીત તરફ

આણંદ2 hours ago

ખંભાત બેઠક પર કોંગ્રેસના ચિરાગ પટેલનો વિજય, આંકલાવમાં રિકાઉન્ટીગમાં પણ અમિત ચાવડાની જીત

નર્મદા2 hours ago

7 ટર્મથી વિજયી થનાર છોટુભાઈ વસાવાની હાર, ભાજપાના રિતેશભાઇ વસાવાની જીત

નર્મદા5 hours ago

નાંદોદમાં કેસરીયો અને ડેડિયાપાડામાં ઝાડુ; બંને ઉમેદવારો 20 હજારથી વધુની લીડથી આગળ

આણંદ6 hours ago

આઠમાં રાઉન્ડના અંતે આંકલાવમાં ભાજપ 2 હજારથી વધુ મતોથી આગળ

પંચમહાલ6 hours ago

મોરવા હડફમાં મંત્રી નિમિષાબેન સુથાર આગળ

નર્મદા8 hours ago

નર્મદા: બીજા રાઉન્ડની મતગણતરી પૂર્ણ, કોંગ્રેસનો ક્યાંક નામોનિશાન નહીં

આણંદ8 hours ago

આણંદ જિલ્લામાં બીજા રાઉન્ડના અંતે 2 બેઠક ઉપર ભાજપ આગળ

Indian tech CEO offers jobs to thousands of employees fired by Twitter, Meta, Spotify! Said: 'Come back home'
ઇન્ડિયા4 weeks ago

ભારતીય ટેક સીઇઓ ટ્વિટર, મેટા, સ્પોટાઇફ દ્વારા કાઢી મૂકવામાં આવેલા હજારો કર્મચારીઓને નોકરીની ઓફર કરી! કહ્યું: ‘ઘરે પાછા આવો’

વર્લ્ડ4 weeks ago

Global Carbon Budget 2022: વિશ્વનો વિનાશ ફક્ત 9 વર્ષ દૂર છે! વૈજ્ઞાનિકોના રિપોર્ટ અનુસાર

નર્મદા3 weeks ago

નાંદોદ અને ડેડિયાપાડામાં AAPના 3000થી વધુ કાર્યકર્તા ભાજપમાં જોડાયા

આણંદ3 weeks ago

આણંદ: નિરંજન પટેલને ટિકિટ ન મળતા કૉંગ્રેસ છોડી

આણંદ6 days ago

આણંદ જિલ્લામાં મતદાનના દિવસે 907 મતદાન મથકોનું થશે લાઈવ વેબકાસ્ટીંગ

ગુજરાત3 weeks ago

ભારતને G20ની અધ્યક્ષતા મળી: ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ બાલી સમિટ સમાપ્ત થયા બાદ પીએમ નરેન્દ્ર મોદીને કાર્યાલય સોંપ્યું

નર્મદા3 weeks ago

નર્મદા “આપ”ના ડેડિયાપાડા – સાગબારાના કાર્યકરોના રાજીનામાં

આણંદ3 weeks ago

આણંદમાં ત્રણ બેઠક પર ઉમેદવાર રિપિટ, ત્રણ નવા ચહેરાને તક અપાઇ

Trending