રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનાઓની સાથે સાથે કાર, બસ તેમજ ઓટો રીક્ષામાં આગ લાગવાના બનાવોમાં પણ વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને સીએનજી સંચાલિત કારમાં આગ લાગવાના બનાવો દિન પ્રતિદિન સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક વખત કારમાં આગ લાગી હોવાનો બનાવ સાબરકાંઠાના ઈડરમાં સામે આવ્યો છે. જ્યાં કાર પલટી ગયા બાદ કાર આગની ઝપેટમાં આવી ગઈ હતી. જેમાં કાર ચાલક જીવતો ભૂંજાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. મળતી માહિતી મુજબ, ઈડરના વલાસણા રોડ પર હનુમાનજી મંદીર નજીક કાર પલટી ગયા બાદ કાર આગમાં લપેટાઈ ગઇ હતી. આગ એટલી ભયાનક હતી કે જોત જોતામાં આખી કારમાં આગ ફેલાઇ ગઇ હતી. જેના કારણે કાર ચાલક યુવક આગની ઝપેટમાં આવી જતા તેનું મોત નિપજ્યું હતું. કાર ચાલક યુવક કાર લઈ ફલાસણથી ઈડર જઇ રહ્યો હતો તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. ઘટના અંગેની માહિતી મળતાં ઈડર ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જોકે ફાયર બ્રિગેડ આવે તે પહેલા જ કાર બળીને ખાક થઈ ગઈ હતી. તો બીજીબાજુ અકસ્માત અંગે ઇડર પોલીસને જાણ થતાં ઇડર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
