સાબરડેરીના ચેરમેનની ચૂંટણી

admin
2 Min Read

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીમાં શામળ પટેલ બિનહરીફ ચેરમેન બન્યા હતા. તમામ 17 સભ્યો ચૂંટણીની સભામાં હાજર રહ્યા હતા. એક મહિના પહેલા તત્કાલિન ચેરમેન મહેશ પટેલે રાજીનામું ધરી દીધું હતું. જેને પગલે ચેરમેનની જગ્યા ખાલી પડી હતી. એક મહિનાથી ચેરમેનનો ચાર્જ વાઈસ ચેરમેન સંભાળી રહ્યા હતા. ઉલ્લેનીય છે કે સાબર ડેરીમાં ચેરમેન અને વાઈસ ચેરમેન બંને અરવલ્લી જિલ્લાના છે. 5 મહિનામાં ચેરમેન પદેથી રાજીનામું આપતા સંઘનો વહીવટ વાઇસ ચેરમેનને સોંપવામાં આવ્યો હતો. મહેશ પટેલે અંગત કારણોસર રાજીનામું આપ્યાનું દર્શાવ્યું છતાં રાજકીય વાતાવરણ ગરમાયું હતું. ઉલ્લેખનીય છે કે નિમણુંક થઇ ત્યારથી વિવાદો અને મુશ્કેલીઓને અંતે ચેરમેનની વરણીનો મામલો હાઇકોર્ટ પહોંચ્યો હતો. સાબરકાંઠા દૂધ ઉત્પાદક સંઘમાં રાજકીય પાર્ટીના નેતાઓ વચ્ચે આંતરિક રાજકીય ખેંચતાણ ચરમસીમાએ પહોંચી હતી. સંઘની ચૂંટણી બાદ અણીના સમયે જેઠા પટેલ ચેરમેન બનતા બનતા રહી ગયા હતા. ચૂંટણીમાં પેનલથી માંડી તમામ દાવપેચ રચી મહેશ પટેલ ચેરમેન બની બેઠા હતા. ડિરેક્ટર હોવાના સવાલોને લઇ ચેરમેનની નિમણૂંકનો વિવાદ છેવટે ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. દૂધ સંઘના ચેરમેન મહેશ પટેલની નિયુક્તિ સામે મામલો હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે. ત્યારે એક મહિના પહેલા મહેશ પટેલે ચેરમેન પદેથી રાજીનામું ધરી દીધું હતું. નિમણૂંકના છ મહિનામાં જ મહેશ પટેલનો કાર્યકાળ સમેટ્યો હતો. ત્યારે ચેરમેનનો ચાર્જ વાઇસ ચેરમેનને સોંપાયો હતો.

 

 

Share This Article