ગોગા મહારાજ રબારી સમાજના દેવતા છે. તેમનું પૂરું નામ જહાવીર ગોગાજી હતું. તેઓ મૂળ રાજસ્થાનના હતા. ગોગા મહારાજને રબારીઓ ગોગા બાપા પણ કહે છે. રબારી, ચૌહાણ, દરબાર અને અન્ય ઘણી જ્ઞાતિઓના લોકો ગોગા મહારાજને પૂજે છે. તો હિંમતનગર પાસે આવેલ બેરણા ગામ ખાતે ગોગા મહારાજના મંદિરનો પંચમ પાટોત્સવ યોજાયો હતો. દર નાગપાંચમના રોજ અહિ પાટોત્સવ યોજાય છે અને જેમાં મોટી સંખ્યા લોકો ઉપસ્થિત રહે છે. ત્યારે આજે ગોગા મહારાજના પાટોત્સવમાં પુર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ધવલસિંહ જાલા સહિત સ્થાનિક ધરાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. તો અરવલ્લી અને સાબરકાંઠા ઠાકોર સેનાના પ્રમુખ અને તાલુકા ઠાકોરસેના પ્રમુખો પણ ઉપસ્થિત રહ્યા હતા અને પાટોત્સવમાં હાજરી આપી હતી. તો મંદિરમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને ગોગા મહારાજના દર્શનો લાભ પણ લીધો હતો.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -