સાબરકાંઠા જિલ્લામાં રાત્રિ દરમિયાન પાંચ તાલુકામાં વરસાદ પડ્યો છે. તો બે તાલુકામાં બે-બે ઇંચ વરસાદ નોંધાયો છે. ત્રણ તાલુકામાં અડધો ઇંચથી એક ઇંચ વરસાદ ખાબક્યો છે. વરસાદને લઈને અનેક જગ્યાએ નીચાણવાળા વિસ્તાર અને રોડ પર પાણી ભરાયા હતા. હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં નેશનલ હાઈવે પર પાણી ભરાયા હતા. હિંમતનગરના હજીપુર પાસે નેશનલ હાઇવે પર પાણી ભરાયા હતા. અમદાવાદથી ઉદેપુર નેશનલ હાઇવે 8નું ફોર લેનમાંથી સિક્સ લેનમાં રૂપાંતરણનું કામ ચાલી રહ્યું છે, જેને પગલે પાણી ભરાયું.ઉલેખનીય છે કે સાબરકાંઠા જિલ્લામાં ઇડર, હિંમતનગર, ખેડબ્રહ્મા અને પોશીના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. હિંમતનગરમાં ધોધમાર વરસાદ વરસતા શહેરના રસ્તાઓ પર પાણી ભરાવા પામ્યુ હતું. તો હિમતનગર-શામળાજી નેશનલ હાઇવે નં-8નું ફોર લેનમાંથી સિક્સ લેનમાં રૂપાંતરની કામગીરી ચાલી રહી છે તેને લઈને ડ્રેનેજ બ્લોક થઇ જતા વરસાદી પાણી રસ્તાઓ ભરાવાના કારણે વાહન ચાલકોએ પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે છેલ્લા 24 કલાકમાં ઇડરમાં 73 મિમી, ખેડબ્રહ્મામાં 110 મિમી, તલોદમાં 25 મિમી, પ્રાંતિજમાં 18 મિમી, પોશીનામાં 155 મિમી, વડાલીમાં 54 મિમી, વિજયનગરમાં 69 મિમી અને હિમતનગરમાં 63 મિમી વરસાદ નોંધાયો છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -