ઇડરમાં વિજયાદશમીની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી અને ઠેર ઠેર જગ્યાઓ પર રાવણ દહાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ઇડર સર પ્રતાપ મેદાન ખાતે રાવણ દહન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા. અહંકારનો નાશ અને ધર્મના વિજયની ભાવના સાથે ઇડરમાં વિજયાદશમીની ધામધૂમપૂર્વક ઊજવણી કરાઇ હતી. ત્યારે ધારાસભ્ય હિતુ કનોડિયા દ્વારા રાવણ દહન કરાયું હતું. આસો મહિનાના શુક્લ પક્ષની દશમને વિજયાદશમી તરીકે ઉજવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે વિજય દશમીનો પર્વ અસત્ય ઉપર સત્યની જીત તરીકે પણ માનવામાં આવે છે. વિજયાદશમીના દિવસે રાવણના પુતળાનું દહન એ સંકેત આપે છે કે સકારાત્મક શક્તિ હંમેશા નકારાત્મક ઊર્જા પર જીતે છે. વિજયા દશમીને વણજોયું મુહૂર્ત પણ કહે છે. આ દિવસે કોઈ મંત્ર જાપ અથવા અનુષ્ઠાન કરવામાં આવે છે તો તેમાં પૂર્ણ સફળતા મળે છે. વિજયા દશમીના દિવસે દેવી દુર્ગાએ મહિષાસુર નામના રાક્ષસનો વધ પણ કર્યો હતો. આ દિવસે કરેલા કેટલાક ઉપાયો પણ સફળ થાય છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -