ઉપરવાસમાં વરસાદથી વાત્રક નદી બે કાંઠે વેહતી થઇ

admin
1 Min Read

અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની કેટલાય દિવસો થી રાહ જોવાતી હતી. ચોમાસાની સીઝનના બે મહિના દરમ્યાન સામાન્ય વરસાદથી પંથકના પ્રજાજનોમાં ચીંતાના વાદળો છવાયા હતા.ત્યારે જિલ્લામાં સર્જાયેલ સર્વત્ર મેઘ મહેરથી આનંદની લાગણી છવાઈ હતી.જિલ્લાના છ તાલુકાઓમાં સરેરાશ ૧ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જિલ્લાની મુખ્ય ગણાતી વાત્રક નદીમાં નવા નીર આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીની આવક થઇ, ઉનાળામાં સૂકી ભઠ્ઠ ગણાતી નદીમાં માત્ર 12 પાણીનો જથ્થો હતો.પરંતુ હાલ નદી બે કાંઠે વહેતી થઇ અને વાત્રક ડેમમાં 3000 હજાર કયુસેક પાણીનો જથ્થો છે. વાત્રક ડેમની જળસપાટી 136.25 મીટર છે. જયારે હાલ ડેમની સપાટી 128.56 મીટર છે. વાત્રકમાં નવા નીર આવતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Share This Article