સાબરકાંઠા જિલ્લાના વિજયનગરમાં મહારાવ હંમેરસિંહજી હાઇસ્કુલમાં આજ રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા નવીન સંગઠનની રચના કરવા માટે મોટી સંખ્યમાં કાર્યકર્તા હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ પ્રદીપસિંહ વાઘેલા સાહેબ અને સાબરકાંઠા જિલ્લાના સંસદસભ્ય દીપસિંહ રાઠોડ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકરો અને આવેલા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ટૂંકમાં પ્રવચન આપ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના વિજયનગર તાલુકાના નવીન પ્રમુખ વરણી કરવામાં આવી તેમાં વિજયનગર તાલુકા પ્રમુખ મયુરભાઈ શાહ અને મહામંત્રી જયંતીભાઈ પટેલ અને બીજા મહામંત્રી માવજીભાઈ ડામોરની વરણી કરવામાં આવી અને મયુર શાહને કાર્યકર્તાનો ખુબજ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
