જૂનાગઢ : જનતા એગ નામની દુકાન પર લુખ્ખા તત્વોએ હુમલો કરી મારામારી કરી

admin
1 Min Read

જુનાગઢના ઢાલ રોડ પર આવેલી જનતા એગ નામની દુકાન પર આવારા તત્વો દ્વારા હુમલો કરી મારામારી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. ત્યારે આ અંગે પોલીસે તપાસ હાથધરી છે.
મળતી માહિતી અનુસાર જુનાગઢના ઢાલ રોડ પર મારા મારી ની ઘટના સામે આવી છે.. જેમાં ઢાલ રોડ પર અચાનક જ હથિયારો સાથે ટોળું ધસી આવ્યું હતું. અને જેમાં 15 થી 20 લોકોનું ટોળું હથિયારો સાથે ત્રાટકી મારા મારી કરી હતી. આ મારામારીની ઘટનામાં દુકાન અને વાહનોમાં નુકસાન કરવામાં આવ્યું હતું

આ સમગ્ર ઘટનામાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા, અને આ ઈજાગ્રતોને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. બનાવ ની સમગ્ર ઘટનાના સીસીટીવી મા કેદ થઈ જતા ઘટનાના લાઈવ cctv સામે આવ્યા હતા તેમજ પોલીસેને ઘટનાની જાણ થતા પોલીસ તુરંત જ ઘટના સ્થળે દોડી આવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો..

Share This Article