જુનાગઢ- ચોરવાડ બંદર હોલિડેકેમ્પના પ્રમુખની વરણી કરાઇ

Subham Bhatt
2 Min Read

જુનાગઢના ચોરવાડમાં શ્રી સાગરમોતી માચ્છીયારા સમાજ ટ્રસ્ટ અને સમસ્ત મુસ્લીમ માછીમાર સમાજ ચોરવાડ બંદરહોલિડેકેમ્પ ના પ્રમખુ તરીકે વર્ણી કરવા માટે આજે હોલિડેકેમ્પ ખાતે સમસ્ત મુસ્લીમ માછીમાર સમાજ આગેવાનો ભેગા થયાહતા જેમાં પ્રમુખ તરીકે અકબર ઇબ્રરાહીમ ઢોકી અને ઉપ  પ્રમુખ તરીકે જાની કમાલ ઢોકી વર્ણી કરવામાં આવી તેમજ સભ્યોતરીકે ગુલામ હુસેન અબ્દુલા ઢોકી, અબ્દુલ હુસેન ઇસબાણી, અલરાખા ઈસા ઢોકી, મુસા કાસમ ગંન્દરા, અલ્તાફ આરબ ભેંસલીયા,  રૂસ્તમ સાવણ ઢોકી, ભીખુ હુસેન સાવણીયા, રૂસ્તમ બોદુ લુચાણી, હેદર સતાર ઢોકી , ઈસા અલારખા પટેલીયા,સબીર જુમા ઢોકી,  જુમા હુસેન ઢોકી સહિત આગેવાનો ની સભ્ય તરીકે નિમણુંક કરવામાં આવી હતી.

Junagadh- President of Chorwad Port Holiday Camp elected

પ્રમુખ તરીકે અકબરઇબ્રરાહીમ ઢોકી અને ઉપ  પ્રમુખ તરીકે જાની કમાલ ઢોકી વર્ણી સાથે સભ્યો ની વર્ણી થતા સમસ્ત મુસ્લીમ માછીમાર સમાજજુદી જુદી જગ્યા એ થી આવેલા આગેવાનો, તેમજ હિન્દુ સમાજ માંથી ચોરવાડ શહેર ભાજપ પ્રમુખ મંથન ભાઈ ડાભી,સોમનાથ વિસ્તાર ના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, વેરાવળ થી અખિલ ભારતીય ફિશરમેન્ટ અશોશિયન ગુજરાત પ્રા. પ્રમુખતુલસીભાઈ ગોહેલ, ચોરવાડ ધેડિયા કોળી જ્ઞાતિના પટેલ લખમણભાઈ ડાભી, ચોરવાડ ખારવા સમાજ પ્રમુખ હરિલાલ સોલંકીસહિત ના આગેવાનો એ સાલ તેમજ પુષ્પહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું આ તકે   પ્રમુખ અકબર ઇબ્રરાહીમ ઢોકી નીમાતા એ તેંમના દીકરાને આશીર્વાદ આપ્યા હતા. હિન્દુ સમાજ ના આગેવાનો અને સમસ્ત મુસ્લીમ માછીમાર સમાજ ચોરવાડબંદર હોલિડેકેમ્પ ના પ્રમખુ અકબર ઇબ્રરાહીમ ઢોકી એ હિન્દુ અને સમસ્ત મુસ્લીમ માછીમાર સમાજ હર હંમેશ  ભાઈચારાજેમ હળી મળી કામ કરી સાથે રહેશું તેવી પણ ખાત્રી આપેલ અંત માં સમસ્ત મુસ્લીમ માછીમાર સમાજ ચોરવાડ બંદર હોલિડેકેમ્પ ના પ્રમખુ અકબર ઇબ્રરાહીમ ઢોકી એ જણાવેલ કે સમાજ નો વિકાસ અને બાળકો માટે શિક્ષણના કામ માટે તેમજ સમાજના નાના મોટા કામો માટે હર હંમેશ મદદ કરી તેવી એક યાદી જણાવેલ

Share This Article