જુનાગઢ- RTI દ્વારા માંગેલી માહિતી અધુરી આપવામાં આવી

Subham Bhatt
1 Min Read

જુનાગઢ જિલ્લાન કેશોદ નગર પાલિકા દ્વારા ફાયર વિભાગમાં કરવામાં આવેલ ભરતીમાં કૌભાંડ થયુંછે જે બાબતે કેશોદનાવેપારી અગ્રણી રાજુ બોદર દ્વારા માહિતી માંગતા કચેરી દ્વારા ઠાગા ઠૈયા કરી અપુરતી માહીતી આપવામાં આવી છે. કેશોદનાવેપારી રાજુ બોદર દ્વારા નાગરિકતા અધિનિયમ 2005 મુજબ કેશોદ નગર સેવા સદન દ્વારા જૂનાગઢ જિલ્લા હેઠળનું ફાયરસ્ટેશન કેશોદ મુકામે કાર્યરત થતા મોટી સંખ્યામાં ભરતી કરવાની ફરજ પડેલ હોય ત્યારે કેશોદ નગર પાલિકા દ્વારા ઉચ્ચસ્તરીય ઓર્ડર મુજબ કેશોદ નગર સેવા સદન દ્વારા ફાયર વિભાગમાં ભરતી કરવામાં આવેલ છે ત્યારે આ ભરતીને લઈ ભ્રષ્ટાચારથયાની અને કચેરીના લાગતા વળગતા મળતીયાઓની ભરતી થઈ હોવાની શંકા જથા કેશોદના વેપારી અગ્રણી રાજુ બોદર દ્વારા માહિતી માંગવામાં આવી હતી

Junagadh- The information sought by RTI was incomplete

પરંતુ કચેરી દ્વારા અપૂરતી માહિતી આપવામાં આવેલછે તેવા આક્ષેપ કરવામાં આવીરહ્યા છે અને ભાવનગર વિભાગને અપીલ કરતા એવું લેખિત જણાવવામાં આવેલછે કે જે માહિતી માંગવામાં આવેલ છે તેઆપવી પરંતુ કેશોદ નગર સેવા સદન દ્વારા કોઈ પણ ગેરરીતિઓ કરવામાં આવેલ હોય ત્યારે હાલ સુધી પણ માહિતી આપવામા આવેલ નથી આ બાબતને લઈ કેશોદના વેપારી રાજુ ભાઈ બોદર દ્વારા એવું પણ જણાવ્યું છે કે નેવું દિવસના ટાઈમમાં જોપૂરતી માહિતી આપવામાં નહિ આવે તો હું ગાંધીનગરથી અપીલ અરજી. દાખલ કરી અને કાયદેસર માહિતી મેળવીને જ જંપીશ

Share This Article